Friday, April 12, 2024
Google search engine
HomeGujaratકાકાની દીકરી સાથે પ્રેમલગ્ન.....અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ

કાકાની દીકરી સાથે પ્રેમલગ્ન…..અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ

અમદાવાદના ખાડિયામાં આવેલી હજીરાની પોળમાં ધોળે દિવસે ભાજપના સક્રિય કાર્યકર રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરનાર મોન્ટુ નામદાર ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો હતો. દિવસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે મોન્ટુની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. જેમાં સચિન, જુગનુ અને રાકેશ મોન્ટુના દીકરા પ્રિન્સની હત્યા કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હોવાથી મોન્ટુએ રાકેશને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું મોન્ટુએ પોલીસને જણાવ્યું હતુ. મોડી રાતે ક્રાઈમ બ્રાંચે મોન્ટુને ખાડિયા પોલીસને સોંપી દીધો હતો.

શું હતી ઘટના?
હજીરાની પોળમાં મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ સુરેશચંદ્ર ગાંધીએ તેના 5થી 6 સાગરીતો સાથે મળીને બુધવારે સાંજે રાકેશ મહેતા ઉર્ફે બોબી બિલ્ડર પર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વર્ષોથી હજીરાની પોળમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ચલાવતા મોન્ટુ નામદારને આઈપીએસ તેમજ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ સાથે ઘરોબો છે. જેથી પોલીસ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને મોન્ટુ ગુરુવારે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

મોન્ટુની કબૂલાત
મોન્ટુએ એવી કબૂલાત કરી હતી કે, તેણે 1992માં કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે વાત તેના ભાઈ સચિન અને જુગનુને પસંદ ન હતી. જેથી તે લોકોએ ઘણી વખત મોન્ટુને મારવા માટેના પ્લાન બનાવ્યા હતા. જો કે રાકેશ રોજ બપોરે જુગનુની ઓફિસે જતો હોવાથી બુધવારે મોન્ટુએ અને મિત્ર વિશ્વા ઉર્ફે વિસુ જીજ્ઞેશભાઈ રામી, જયરામ રબારીએ હુમલો કરી હત્યા કરી હતી.

30 વર્ષ પહેલા રોપાયા હતા વેરના બીજ
હત્યાની આ ઘટનામાં પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, આજથી 30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના બે ભાઈઓ પવન અને જુગનુ સહિતના પરિવાજનોને લગ્ન સ્વીકાર ન હતા. ત્યારથી આ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. એવામાં પવન અને જુગનુનો ખાસ મિત્ર રાકેશ ઉર્ફે બોબી હતો. જેમના કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો હતો.

જો કે મિલકત ઝઘડામાં રાકેશ પવનને મદદ કરતો હતો. બસ આજ વાતની અદાવત રાખીને આરોપી મોન્ટુ નામદારે રાકેશ ઉર્ફે બોબીની હત્યા કરી દીધી. આટલું જ નહીં લગ્નના કૌટુંબિક ઝઘડામાં આરોપી મોન્ટુ નામદારે અગાઉ પણ એક હત્યા કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page