મહિલાએ 8 પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધીને 11 બાળકોને આપ્યો જન્મ

ભારતમાં એક કહેવત પ્રખ્યાત છે. હમ દો હમારે દો. જો ચીનની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ હમ દો હમારે દોની પ્રથા ચાલી હતી. આજની મોંઘવારીના જમાનામાં કોઈ પણ કપલ બે કે ત્રણ બાળકોને જન્મ આપે છે તેનાથી વધારે નહીં. પરંતુ આજે અમે તમને એક એવી મહિલાને મળાવવાના છીએ જેના ઘરમાં બાળકોની આખી ક્રિકેટ ટીમ છે. એટલે કે 11 બાળકો છે.

જો તમે 11 બાળકોવાળી વાત સાંભળીને ચોંકી ગયા છો પરંતુ કહાનીનો અસલી ટ્વિસ્ટ હજુ બાકી છે. મહિલાના આ 11 બાળકો 8 અલગ-અલગ મર્દોના છે. હવે મહિલા હજુ વધુ 19 બાળકોનું પ્લાનિંગ કરી રહી છે એટલે કે તેના કુલ 30 બાળક થઈ જશે. અલગ-અલગ મર્દો સાથે સંબંધ બનાવ્યા બાદ બાળકો પેદા કરવામાં પાછલ મહિલાએ એક કારણ બતાવ્યું છે. આ કારણ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

જોકે, સોશિયલ મીડિય પર હાલ એક ટિકટોક સેલિબ્રિટી વાયરલ થઈ રહી છે. આ મહિલાનું નામ ફાઈ છે જે અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસમાં રહે છે. ફાઈ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે. જ્યાં તેના 90 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. 11 બાળકો હોવાને કારણે તેને ઘણીવાર આલોચનાનો સામનો પણ કરવો પડ્યો છે.

ઘણાં લોકોએ મહિલા પર આરોપ લગાવ્યો હતો કે, તેને આટલા બધાં બાળકો એટલા માટે પેદા કર્યાં કે સરકારી ભથ્થાથી મળે રહેલ સહાયથી તેનું ઘર ચાલી શકે. પરંતુ મહિલાએ લોકોની બોલતી બંધ કરતાં એક સરકારી કાગળ બતાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તેને બાળકોની મદદ માટે ચાઈલ્ડ સપોર્ટના રૂપમાં ફક્ત 10 ડોલર પ્રતિ મહિને સરકારમાંથી મળી રહ્યાં છે.

ઘણાં યુઝર્સે તે મહિલાને પૂછ્યું હતું કે, તે આટલા બધાં બાળકોની સાથે કેવી રીતે મેનેજ કરે છે. શું તે બધાં તેને પરેશાન કરતાં નથી. જેને લઈને મહિલા એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેના બધાં બાળકો ખુશ થઈને નાચી રહ્યા હતાં. આ વીડિયોથી મહિલા એ કહેવા માગે છે કે તે બાળકો સાથે ખુશ રહે છે.

મહિલાએ આટલાં બધાં બાળકો 8 અલગ-અલગ મર્દો સાથે સંબંધ બનાવીને કેમ પેદા કર્યાં? તેનો જવાબ મહિલાએ અલગ જ અંદાજમાં આપ્યો હતો. તેણે કહ્યું કે, તે ઈચ્છતી હતી કે તેના બાળકો પર પિતાનો સાથ હંમેશા રહે. જો કદાચ 8 પિતાઓમાંથી બે-ચાર જતાં રહ્યાં (અન્ય મહિલાની પાસે અથવા મોત નિપજ્યું) તો પણ બાળકોની ઉપર બાકીના પિતાનો હાથ રહે.

મહિલાએ પોતાના તર્કનું એક ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, જો તમારી પાસે 5 જરૂરી સામાન છે અને તેમાં 2 વસ્તુ ખોવાઈ જાય છે તો તમારી પાસે 3 વસ્તુ રહે છે. જેનાથી તમારું કામ ઉભું રહેતું નથી. મહિલાએ એક બેકઅપ પ્લાનને ધ્યાનમાં રાખીને આટલા મર્દો સાથે સંબંધ બાંધ્યા અને બાળકો પેદા કર્યાં હતાં. મહિલાએ એ પણ કહ્યું કે, તે હજુ પણ વધ 19 બાળકો પેદા કરવા માંગે છે. પરંતુ બાદમાં તે બોલી કે હું મજાક કરું છું.

Similar Posts