Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમહિલા મામલતદારનું કાબીલેદાદ કામ, ગુજરાતને વધુ આવા અધિકારીની જરૂર છે

મહિલા મામલતદારનું કાબીલેદાદ કામ, ગુજરાતને વધુ આવા અધિકારીની જરૂર છે

આણંદના બોરસદ તાલુકાના સીસ્વા ગામમાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તારાજી અને જાનહાનિ થઇ. ત્યારે સાચા લોકસેવક નજરે ચઢ્યા. અહીંના મામલતદાર આરતીબેન ગોસ્વામી જાતે પૂરગ્ર્સ્તોની વ્હારે આવ્યા હતા. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચના થી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કૂલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી.

દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં લઈને નીકળવા માટે તૈયાર થતા નહોતા. મામલતદાર આરતીબેન ગોસ્વામીએ બેનને સમજાવીને વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી અને પોતાની બાહોમાં લઈને નીકળી પડ્યા હતા.મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહી સલામત પટેલ વાડી ખાતે આશ્રયસ્થાનમાં પહોંચાડી હતી.

વિપદની ઘડીએ મામલતદારનું સરાહનીય કાર્ય
માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મામલતદારે જણાવ્યું કે આ કુદરતી આપદામાં પાણી ભરાઈ જવાથી જે તકલીફ પડે છે તેનાથી બચાવવા એ અમારી જવાબદારી અને પ્રાથમિક ફરજ છે.નાના બાળક સાથે માતાને પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે એનું ધ્યાન પણ જાતે મામલતદાર આરતીબેન ગોસ્વામી રાખી રહ્યા છે. વિપદની આ ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. એવી લાગણી આ નાનકડી દીકરીની માતાએ પણ વ્યક્ત કરી હતી.

બોરસદમાં 11 ઇંચ વરસાદ, મૃત્યુઆંક ત્રણ
બોરસદમાં વરસાદે વેરેલી તારાજીમાં ત્રણનાં મોત થઇ ગયા. અહીં સીસ્વા ગામની નદીમાં પૂર આવતા આશાપુરા સીમમાં રહેતા લોકોને ભારે હાલાકી થઇ હતી. શનિવારે એક યુવકનું મોત થયું હતું. જ્યારે વધુ બે મૃતદેહ આજે મળી આવતા મૃત્યુઆંક 3 થયો છે. આ સ્થિતિમાં અહીં રાહતકાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page