પતિના મોત બાદ મામી અને ભાણેજ વચ્ચે બંધાયા હતાં અવૈધ સંબંધ પછી…..

ઉત્તરપ્રદેશમાં બરેલીમાં ફરી એકવાર સંબંધોને લાંછન લગાડતો એક મામલો સામે આવ્યો છે. મામીના પ્રેમમાં ગળાડૂબ પાગલ ભત્રીજાએ તેના મામાની સ્ક્રૂડ્રાઇવર હત્યા કરી નાખી. પોલીસે હત્યારા નાઝીમની ધરપકડ કરી છે. એસપી સિટી રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભત્રીજા પોલીસે હત્યારા નાઝીમે તેના મોટા મામા નન્હેને મોતને ઘાટ ઉતારી દીધા હતા કારણકે, તેણે નાના મામા બબલુની પત્ની સાથે તેને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધો હતો. બબલુનું ત્રણ વર્ષ પહેલાં જ નિધન થઇ ચુક્યું હતું અને તેના કારણે તેની પત્ની એકલી જ રહેતી હતી.

મામી સાથે વાંધાજનક સ્થિતિમાં મળી આવતા થઇ દલીલ
મળતી માહિતી મુજબ બબલૂની પત્ની સૂફી ટોલામાં પોતાના બે બાળકો સાથે રહેતી હતી. થોડા દિવસોથી તેમનો નાનો ભાણેજ પણ ત્યાં તેમની સાથે રહેતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 20 એપ્રિલની મોડી રાતે જ્યારે નન્હે ઘરે પહોંચ્યો તો તેણે નાઝીમ અને તેના ભાઈની પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોયા અને તેના કારણે બંને વચ્ચે એકાએક ઝઘડાનો માહોલ સર્જાયો.

પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થયો
પોલીસે મૃતકની બોડીને પોતાની કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમમાં આ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે આજે આ આખા ઘટનાક્રમનો ખુલાસો કર્યો અને હત્યારા ભાણેજ નઝીમની પણ ધરપકડ કરી છે.

પતિના મૃત્યુ પછી ભાણેજ સાથે બનાવ્યા અવૈધ સંબંધ
એસપી સિટી રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, બબલુનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયું હતું. ત્યારબાદ તેની પત્ની પોતાના બે બાળકો સાથે રહેતી હતી અને તેમની સાથે તેમનો ભાણેજ નાઝીમ પણ રહેતો હતો. મૃતક નન્હેને શંકા હતી કે, નાઝીમના તેની મામી સાથે અવૈધ સંબંધ છે. જે દિવસે તે આવ્યા તે દિવસે જ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પરંતુ 20 એપ્રિલે તેમણે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ભેદ બહાર ના આવે તેવા ડરથી આરોપીએ તેના મા જ્યારે સુઈ રહ્યા હતા ત્યારે સ્ક્રુડ્રાઈવર ખોસીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Similar Posts