Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનું આ બોલિવૂડ અભિનેત્રી પર આવ્યું દીલ

ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનું આ બોલિવૂડ અભિનેત્રી પર આવ્યું દીલ

અમદાવાદ: કહેવાય છે કે જ્યાં ખંત અને મહેનત હોય ત્યાં નસીબ સાથ આપે જ છે. ટેમ્પો ચાલક પિતાનો દીકરો આજે આઈપીએમાં ધમાકો મચાવી રહ્યો છે. વાત થઈ રહી છે ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની. ગરીબ પરિવારમાં જન્મેલા ચેતન સાકરિયા તેની જિંદગીમાં રડાવી દેતો સંઘર્ષ કર્યો છે. આ વખતે આઈપીએલમાં 1.2 કરોડ રૂપિયામાં વેચાયેલા ચેતને તેની પહેલી મેચમાં જ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી તહેલકો મચાવી દીધો છે. ચેતનનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના પર્સનલ સિક્રેટ ખોલ્યા હતા.

સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ તેની પર્સનલ વાતો શેર કરી હતી. વીડિયોમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી આકાશ સિંઘ અને ચેતન સાકરિયા એકબીજાને પ્રશ્નો પૂછી રેપિડ ફાયર રાઉન્ડ રમે છે. જેમાં બંને વારાફરતી એકબીજાની પર્સનલ વાતો જાણવાનો પ્રયત્ન કરે છે.

રાજસ્થાન રોયલ્સના ખેલાડી આકાશ સિંઘે જ્યારે પૂછ્યું કે તારે કોઈ સાથે ડેટ પર જવાનું હોય તો તું કઈ એક્ટ્રેસને લઈ ડેટ પર જવાનું પસંદ કરીશ? તેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘હું અનન્યા પાંડને ડેટ પર લઈ જવા માંગીશ. હું તેને કોઈ બીચ પર લઈ જવા માંગીશ. જ્યાં શાંતિથી બેસીને વાતો કરીએ શકીએ અને કૉફી પી શકીએ.’’ આ સાંભળી આકાશ સિંઘે કહ્યું, ‘‘શું તો તારા માટે રાજસ્થાન રોયલ્સથી અનન્યા પાંડે માટે ટ્વિટ કરાવીએ?’’ તો તેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘શું ખબર ક્યાંક સાચે જ મેસેજ ન આવી જાય’’

આકાશ સિંઘે એક એવો સવાલ પૂછયો હતો કે ‘‘તને કઈ મૂવી જોઈને રડવું આવ્યું હતું.’’ જેના જવાબમાં ચેતને કહ્યું, ‘‘બાળપણમાં ‘તારે જમીન પર’ જોઈને મને રડવું આવી ગયું હતું. જેમાં એક છોકરો ફેમિલીથી દૂર જાય છે ત્યારે તેના જેવી મારી ફિલિંગ હોવાથી મને રડવું આવ્યું હતું.’’

ભાવનગર નજીક વરતેજ ગામ વસતા સાકરિયા પરિવારની આર્થિક સ્થિતી ખૂબ જ મુશ્કેલ રહી હતી. ચેતનને નાનપણથી જ ક્રિકેટ રમવાનું બહુ ગમતું હતું. તેના સંબંધી દ્વારા તેના ભણવા અને ક્રિકેટના ખર્ચને ઉઠાવી રહ્યા હતા. તેના બદલામાં સાકરિયા તેમને વ્યવસાયિક મદદ કરતો હતો.

ચેતન સાકરિયાની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. સાકરિયાના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. માતા ગૃહિણી છે. એક સમય એવો પણ આવ્યો હતો કે ચેતનને ક્રિકેટ છોડવી પડે એમ હતું પરંતુ ભગવાને તેને સાથ આપ્યો અને તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી હતી.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટમાં બહુ રસ હોવાને કારણે તે ક્રિકેટ રમવા જતો રહેતો હતો. ઘણીવાર તો ચેતન ખોટું બોલીને ક્રિકેટ રમવા જતો રહેતો હતો.

આ સંઘર્ષ કર્યા બાદ આજે ચેતન સાકરિયા આઈપીએલમાં સ્થાન મળેવી શક્યો અને માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી મોંઘા ખેલાડી તરીકે 1.2 કરોડમાં રાજસ્થાનની ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં ચેતનને ફાસ્ટ બોલર તરીકે ઓળખ થાય છે.

ચેતનને પાવર પ્લેયર તરીકે સન્માન મળતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આઈપીએલમાં ચેતનનું સિલેક્શન થયું ત્યારે તેના પરિવારજનો રડી પડ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page