Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપ્રેમીએ લગ્નની ના પડતાં પ્રેમિકા સહિત 6 યુવતીઓએ એક સાથે ઝેર પી...

પ્રેમીએ લગ્નની ના પડતાં પ્રેમિકા સહિત 6 યુવતીઓએ એક સાથે ઝેર પી લીધું, શોકિંગ બનાવ

એક હચમચાવી દેતો અને માનવામાં ન આવે એવો બનાવ સામે આવ્યો છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં એક સગીરા અને તેની 5 સહેલીઓએ ઝેર પી લીધું હતું. જેના કારણએ 3 છોકરીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જે વિગત બહાર આવી એ જાણને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ શોકિંગ બનાવ બિહાર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામમાં સામે આવ્યો હતો. પ્રેમમાં નિષ્ફળતા મળતાં એક કિશોરી અને તેની 5 સહેલીઓએ ઝેર પી લીધું હતું. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સગીરા પોતાના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મરનાર બે યુવતીઓની ઉંમર 14 વર્ષ જ્યારે એકની ઉંમર 15 વર્ષ છે. ત્રણેય અલગ-અલગ પરિવારની છે.

આ ચોંકાવનારી ઘટના શુક્રવારે રાતે જિલ્લાના કાસમા વિસ્તારના ચિરૈલા ગામની છે. ત્રણ સગીરાઓના મોતથી આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યા છે.

બધૌરા પંચાયતના સરંપચ અનુજ સિંહે જણાવ્યું કે, ગામની સગીરા પોતાના પ્રેમીને મળવાં ગુરારૂ ગઈ હતી. તેની સાથે બહેન અને 4 કિશોરીઓ પણ ગઈ હતી. પ્રેમી અને આ લોકોની વચ્ચે કંઈ વાત થઈ હતી. ગામમાં પરત ફર્યા બાદ બધી સહેલીઓએ ઝેર પી લીધું હતું. તમામ સહેલીઓની સારવાર માટે મગધ મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી જ્યાં ત્રણને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

એસપી કાંતેશ કુાર મિશ્રાએ જણાવ્યું કે, 6માંથી એક કિશોરીનું અફેર ભાઈના સાળા સાથે ચાલતું હતું. તે ગુરૂઆને રહેવાસી છે અને તેનું નામ બિટ્ટુ છે. સગીરાએ પ્રેમીને લગ્ન માટે વાત કરી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યાર બાદ બધી સહેલીઓ ઘરમાંથી નીકળી અને ઝેર પી લીધી હતું જેનાથી ત્રણ સહેલાીઓના મોત નિપજ્યાં હતાં.

ત્રણ સહેલીઓના મોત બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચેલા પરિવારજનોએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. મૃત બે કિશોરીઓના પિતાનું કહેવું હતું કે, તેમને કંઈ ખબર નથી. તે લોકો કામ પર નિકળી ગયા હતાં. ફક્ત એટલું જ ખબર છે કે પુત્રીએ ઝેર પી લીધું જેના કારણે તેનું મોત થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page