Thursday, April 18, 2024
Google search engine
HomeNationalપાટલા ઘો પર યુવાનોએ આચર્યો રેપ, ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, કંપારી છૂટાવી...

પાટલા ઘો પર યુવાનોએ આચર્યો રેપ, ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, કંપારી છૂટાવી દેતો બનાવ

હાલના કળિયુગમાં એવા એવા કિસ્સા આવી રહ્યા છે જે વાંચીને મન ખિન્ન થઈ જાય છે. આવો જ એક ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. કેટલાક હેવાનાઓએ એક પ્રાણી સાથે રેપ આચર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ યુવાનોએ પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) સાથે રેપ આચર્યો હતો. એટલું જ નહીં તેનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે.

આ રીતે બહાર આવી ઘટના
આ કંપારી છૂટાવી દેતો વિકૃત બનાવ મહારાષ્ટ્રના સહયાદ્રી ટાઈગર પ્રોજેક્ટમાં સામે આવ્યો છે. આ જંગલમાં ત્રણ યુવાનો મંજૂરી વગર શિકાર કરવા ગયા હતા. જેમની તસવીરો વાઘની સંખ્યા ગણવા મૂકવામાં આવેલા ટ્રેકર કેમેરામાં કેદ થઈ હતી. આથી ફોરેસ્ટ વિભાગે સ્પેશ્યલ ટીમ તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસે રત્નાગિરીના સંગમેશ્વર ગામમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

મોબાઈલમાં વીડિયોએ પોલ ખોલી
ઝડપાયેલા બે આરોપીના મોબાઈલ ચેક કર્યા તો ફોરેસ્ટ અધિકારીઓના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. આરોપીઓમાં મોબાઈલમાં જે વીડિયો હતો તેમાં તેઓ પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) સાથે રેપ આચરતા જોવા મળ્યા હતા. જ્યારે અધિકારીઓએ પૂછ્યું કે રેપ બાદ પ્રાણી જીવતું હતું કે મૃત? જેનો આરોપીઓએ કોઈ જવાબ આપ્યો નહોતો.

ત્રણ આરોપીની ધરપકડ, એક ફરાર
આ ઘટના બહાર આવતાં જ પોલીસે શિકારી સંદીપ તુકારામ, પવાર મંગેશ અને જનાર્દન કામદેકર નામના આરોપીઓની પ્રાણી સાથે બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અક્ષય સુનીલ કામટેકર નામનો એક આરોપી ફરાર છે. તમામ આરોપીઓ પર પોલીસે પશુ ક્રુરતા એક્ટની અલગ અલગ કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

બાઈક સહિતનો સામાન જપ્ત
ફોરેસ્ટ વિભાગે આરોપીઓ પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બે બાઈક, એક બંદૂક અને એક બેટરી જપ્ત કરી છે. વન વિભાગની આ ટીમ આ મામલામાં સખત કાર્યવાહી માટે મનોચિકિત્સકો અને કાયદાના નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.

મોનિટર લિઝાર્ડ કેવી હોય છે?
મોનિટર લિઝાર્ડ એટલે કે પાટલા ઘો કે ચંદન ઘોના નામથી ઓળખાય છે. તે ગરોડી આકારનો મોટો સરીસૃપ જીવ છે. મુખ્ય રીતે તે જમીન પર રહે છે. ઘો ઝાડ પર ચડવામાં પણ માહિર હોય છે. તે ખેતરો આસપાસ વધુ જોવા મળે છે. ઉંદર, કીડા-મકોડા અને નાના જીવ તેનો મુખ્ય ખોરાક છે. તેની જભ સાપ જેવી, પંજા મજબૂત અને ગોળ શરીર હોય છે. તેની પક્કડીખૂબ મજબૂત હોય છે. મોનિટર લિઝાર્ડ એટલે કે ઘો વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત સંકટગ્રસ્ત સૂચીમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page