Friday, April 12, 2024
Google search engine
HomeNationalબજાજ પલ્સર બાઈકમાં બનાવી દીધી લોકપ્રિય SUV, મામૂલી ખર્ચમાં બે મહિનામાં બનાવી...

બજાજ પલ્સર બાઈકમાં બનાવી દીધી લોકપ્રિય SUV, મામૂલી ખર્ચમાં બે મહિનામાં બનાવી ટનાટન જીપ

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય ભંગારમાંથી જીપ બનાવવાનો વિચાર કર્યો છે. જો ના તો આજે અમે તમને 21 વર્ષીય એક એવા યુવક અંગે જણાવીશું, જેણે ભંગારના સામાનમાંથી પોપ્યુલર વિલ્લી બનાવી છે. વિલ્લી એક એવી એસયુવી છે, જે દુનિયામાં લોકપ્રિય છે. ભારતમાં પણ અનેક લોકો પાસે આ જીપ છે. જોકે, આજે અમે તમને જે 21 વર્ષીય યુવકની વાત કરીશું, તેણે વિલ્લી જીપનું મિની મોડલ બજાજ પલ્સર 180ના એન્જિનથી બનાવ્યું છે. આ જીપ 2 મહિનામાં તૈયાર થઈ અને 70 હજારનો ખર્ચ થયો.

વિલ્લી જીપ બનાવવાનો વીડિયો માધુરફિક્શન હેંગઆઉટ નામના ફેસબુક પેજ પર શૅર કરવામાં આવ્યો છે. આ વિલ્લી જીપને કેરળના કન્નુર જિલ્લામાં રહેતા અરૂણ બનાવી છે. અરૂણ સ્ક્રેપ યાર્ડમાં કામ કરે છે અને તેને વ્હીકલ પ્રત્યે ઘણો જ ક્રેઝ છે. જીપના પાર્ટ્સને સ્ક્રેપમાંથી જ બનાવવામાં આવ્યા છે.

ટાટા નેનોના પાર્ટ્સનો ઉપયોગ કર્યોઃ અરૂણે કહ્યું હતું કે તેણે પહેલાં જીપના ચેસિસનો સ્ક્રેચ બનાવ્યો હતો. તેણે મેટલ પાઇપ્સનો ઉપયોગ કર્યો અને બૉડી બનાવવા માટે તેણે મેટલ શીટ્સ તથા વિંડશીલ્ડ બનાવવા માટે આર્કલિક શીટનો ઉપયોગ કર્યો હતો. અરૂણે આ જીપની ડિઝાઈનને પૂરી રીતે વિલ્લી જીપની જેમ જ બનાવી છે. જીપના ફ્રન્ટ સસ્પેન્શન તથા વ્હીલને ટાટા નેનો કારમાંથી લેવામાં આવ્યા છે. ટાટા નેનોના સ્ટીમ રીમને વચ્ચેથી કાપી નાખવામાં આવ્યું હતું અને રિમને પહોળું કરવા માટે મેટલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિયર વ્હીલને મારુતિ 800માંથી લેવામાં આવ્યું છે. આનું પહોળું રિમ ટાયરને પહોળા બનાવે છે. આ જીપમાં સોફ્ટ ટોપ આપવામાં આવ્યું છે, જેને માત્ર એક મિનિટમાં ફોલ્ડ કરી શકાય છે. હેડલાઇટ્સ એલઈડીની છે અને તેમાં ટર્ન ઇન્ડિકેટર્સ તથા રિવર્સ પાર્કિંગ સેન્સર્સમાં પણ આપવામાં આવ્યા છે.

બજાજ પલ્સરના એન્જિનનો ઉપયોગ કર્યોઃ આ એક રિયર વ્હીલ ડ્રાઇવ એસયુવી છે. ડ્રાઇવ ટ્રેન મારુતિ ઓમ્નીમાંથી લેવામાં આવ્યું છે. એક્સલ શાફ્ટને કાપીને કારની પહોળાઈ ઓછી કરવામાં આવી છે. આ મિની વિલ્લી જીપમાં બજાજ પલ્સર 180 મોટરસાયકલનું એન્જિન લગાવવામાં આવ્યું અને નવાઈની વાત એ છે કે તેમાં બે ગિયર બોક્સ છે. આ સાથે જ બજાજ પલ્સર તથા મારુતિ ઓમ્નીનું 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ એન્જિન એટલું ટોર્ક જનરેટ કરે છે, જેનાથી ઉબડ-ખાબડ રસ્તા પર પણ સરળતાથી ચલાવી શકાય.

આ સાથે જ બોનેટની અંદર બેટરી, કસ્ટમ મેડ પેટ્રોલ ટેંક, એન્જિન તથા ગિયરબોક્સને ફિટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જીપની સીટ પણ કસ્ટમ મેડ છે. આ જીપને બનાવવામાં અરૂણને બે મહિનાનો સમય લાગ્યો હતો અને તેમાં 70 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ જીપ સારી રીતે ચલાવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page