Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપરીણિત બોયફ્રેન્ડે લગ્નની મીઠીમીઠી વાતો કરી બાંધ્યા શારીરિક સંબંધો પછી ગર્લફ્રેન્ડે ભર્યું...

પરીણિત બોયફ્રેન્ડે લગ્નની મીઠીમીઠી વાતો કરી બાંધ્યા શારીરિક સંબંધો પછી ગર્લફ્રેન્ડે ભર્યું આ ખતરનાક પગલું

નવી દિલ્હીના ઈન્દ્રપુરી વિસ્તારમાં 11 વર્ષના દિવ્યાંશ ઉર્ફે બિટ્ટુની હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. હત્યારા પૂજાએ દિવ્યાંશના પિતા એટલે કે તેના બોયફ્રેન્ડ જીતેન્દ્રને ફોન કરીને કહ્યું હતું કે- “મેં તારી પાસેથી તારી સૌથી કિંમતી વસ્તુ છીનવી લીધી છે..” લગભગ 300 CCTV કેમેરા અને 3 દિવસની મહેનત પછી 11 વર્ષના માસૂમની હત્યા કરનારી પૂજા ઝડપાઈ ગઈ હતી. 11 વર્ષના દિવ્યાંશની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. આરોપી પૂજાએ હત્યા બાદ માસૂમનો મૃતદેહ ઘરના પલંગમાં છુપાવી દીધો હતો.

બોયફ્રેન્ડના છોકરાની હત્યા કરી

પૂછપરછ દરમિયાન આરોપી પૂજાએ પોલીસને જણાવ્યું કે બેવફાઈથી નારાજ થઈને તેણે પરિણીત પ્રેમી જીતેન્દ્રના નિર્દોષ પુત્રની હત્યા કરી હતી. તે મૃતક દિવ્યાંશના પિતા જિતેન્દ્ર સાથે 2019થી લિવ-ઈન રિલેશનશિપમાં હતી. જિતેન્દ્રએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા બાદ પૂજા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ જીતેન્દ્ર વર્ષ 2022માં પૂજાને છોડીને પાછો પત્ની પાસે જતો રહ્યો અને પુત્ર દિવ્યાંશ સાથે રહેવા લાગ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જિતેન્દ્રએ પૂજા કુમારીને ખાતરી આપી હતી કે તે તેની પત્નીને છૂટાછેડા આપ્યા બાદ કોર્ટમાં લગ્ન કરશે. જોકે, જીતેન્દ્ર અને પૂજા કુમારી એક મકાન ભાડે રાખીને સાથે રહેવા લાગ્યા હતા. પોલીસે જણાવ્યું કે જિતેન્દ્રના છૂટાછેડાને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

પ્રેમીને પાઠ ભણાવવા પુત્રની હત્યા

પૂજા આ વાતને લઈને તેના બોયફ્રેન્ડ જીતેન્દ્રથી નારાજ હતી અને તેને પાઠ ભણાવવા માંગતી હતી. પૂજાને લાગ્યું કે જિતેન્દ્રએ તેના પુત્ર દિવ્યાંશને કારણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તે દિવ્યાંશને જિતેન્દ્ર અને પોતાની વચ્ચેનો કાંટો સમજવા લાગી.

બેડમાં સંતાડી લાશ

10 ઓગસ્ટે પૂજાએ એક કોમન ફ્રેન્ડને ઈન્દ્રપુરીમાં જિતેન્દ્રના ઘરનું સરનામું પૂછ્યું અને જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. માસૂમ દિવ્યાંશ પલંગ પર સૂતો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે પૂજાએ માસૂમનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને તે જ પથારીમાં છુપાવીને ભાગી ગઈ હતી.

પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજની મદદથી પૂજાની ઓળખ કરી હતી. તે પછી, પૂજાને ટ્રેસ કરવા માટે, નજફગઢ-નાગલોઈ રોડ પરના રણહોલા, નિહાલ વિહાર અને રિશાલ ગાર્ડન વિસ્તારના લગભગ 300 સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 દિવસની મહેનત બાદ આરોપી પૂજાને બકરવાલા વિસ્તારમાંથી પકડી લેવામાં આવી હતી. ધરપકડ બાદ પૂજાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા

અહેવાલ મુજબ, પૂજા કુમારી અને જિતેન્દ્રએ 17 ઓક્ટોબર, 2019 ના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા, પરંતુ કોર્ટ મેરેજ શક્ય નહોતા, કારણ કે જિતેન્દ્રએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા ન હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page