બોલિવૂડ એક્ટ્રેસ માધુરીની કોઠી વેચાઇ ગઇ, જાણો કોણ છે ખરીદનાર અને કેટલી છે કિંમત?

Bollywood Featured

મુંબઇઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાની કોઠી વેચવા જઇ રહી છે. માધુરી દીક્ષિતની આ કોઠી હરિયાણાના પંચકૂલામાં આવેલી છે. આ માટે એક્ટ્રેસના પતિ ડો.શ્રીરામ માધવ નેને પંચકૂલા પહોંચશે. માધુરીની આ કોઠી પંચકૂલા સ્થિત એમડીસી સેક્ટર 4માં આવેલી છે. કોઠીનો નંબર-310 છે. આ અગાઉ માધુરીના પતિ ગયા મહિને અહી આવ્યા હતા. આ દરમિયાન કોઠીની ડીલ ફાઇનલ થઇ હતી.

માધુરીને આ કોઠી સીએમના કોટામાંથી મળી હતી. વાત 1996ની છે એ સમયના મુખ્યમંત્રી ચૌધરી ભજનલાલ માધુરી દીક્ષિતને મુખ્યમંત્રી ક્વોટામાંથી પ્લોટ આપ્યો હતો. માધુરીએ પોતાની કોઠી ક્લીયર ટ્રિપ ડોટ કોમના સંસ્થાપક સભ્ય અમિત તનેજાને સવા ત્રણ કરોડમાં વેચી છે.

હરિયાણાના તત્કાલીન મુખ્યમંત્રી ભજનલાલે જે સમયે માધુરીને આ કોઠી આપી હતી તે સમયે બોલિવૂડમાં માધુરીનો જલવો હતો. સતત હિટ ફિલ્મોથી માધુરી લોકોના દિલમાં રાજ કરતી હતી. માધુરીએ હમ આપકે હૈ કૌન, અંજામ અને રાજા જેવી હિટ ફિલ્મો આપી છે. વર્ષ 199માં માધુરી દીક્ષિતે માધવ નેને સાથે લગ્ન કરી લીધા હતા.

માધુરીએ 1984માં આવેલી ફિલમ અબોધથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ચાર વર્ષ બાદ આવેલી ફિલ્મ તેજાબથી તેને ઓળખ મળી હતી. પછી તો માધુરીએ પાછળ વળીને જોયું નથી. તેણે રામ-લખન, પરિંદા, દિલ, સાજન, બેટા, ખલનાયક, દિલ તો પાગલ હૈ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *