Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsબેઝબોલના બેટથી ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો, મહિલા ચાહકે કાર પર કર્યો...

બેઝબોલના બેટથી ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો, મહિલા ચાહકે કાર પર કર્યો હુમલો

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર પૃથ્વી શો પર મુંબઈમાં હુમલો થયો છે. ક્રિકેટર અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થઈ હતી. જેને લઈને ચાહકે ક્રિકેટરની કાર પર હુમલો કરી દીધો હતો. વાત એમ છે કે પૃથ્વી શોએ સેલ્ફી લેવા માટે મનાઈ કરી હતી, જેના કારણે ફેન્સ નારાજ થઈ ગયા હતા, અને બેઝબોલથી તેની કાર પર હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત ફેન્સે પૃથ્વી શોની કાર પરનો વિંડશિલ્ડ તોડી દીધો હતો અને 50 હજાર રૂપિયાની ડિમાન્ડ પણ કરી હતી.

પોલીસે આ મામલે 8 લોકો સામે FIR દાખલ કરી છે. આ ફરિયાદમાં બે લોકોની ઓળખાણ થઈ છે. જેમાં બન્નેનાં નામ શોભિત ઠાકુર અને સના ઉર્ફ સપના ગિલના રૂપમાં થઈ છે. બન્નેએ આ આરોપોને નકાર્યા છે અને પૃથ્વી શો પર પહેલા હુમલાનો આરોપ મૂક્યો છે.

ફિમેલ ફેને આરોપોને નકાર્યા
આ મામલે આરોપી સના ઉર્ફ સપના ગિલના વકીલ અલી કાશિફ ખાનનું કહેવું છે કે મારપીટ સપનાએ નહીં, પરંતુ પૃથ્વી શોએ કરી હતી. આ ઝઘડાનો વીડિયોમાં જે પણ દેખાઈ રહ્યું તેમાં પણ પૃથ્વી શોના હાથમાં ડંડો છે. વકીલનું કહેવું છે કે તેમની અસીલ સપનાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી છે. તેને મેડિકલ માટે પણ નથી જઈ જવાઈ.

શું છે પૂરો મામલો?
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સહારા સ્ટાર હોટલની પાસે બની હતી. પૃથ્વી શો અને તેના દોસ્ત ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ દરમિયાન ક્રિકેટરનો એક ચાહક અને એક ફિમેલ ફેન તેના ટેબલ પાસે આવી પહોંચ્યાં હતાં. ફિમેલ ફેન ક્રિકેટર સાથે સેલ્ફી લેવા લાગી હતી. અમુક ફોટોઝ અને વીડિયોઝ લીધા પછી પણ તેણે સેલ્ફી લેવાનું બંધ ના કરતાં ક્રિકેટરે રેસ્ટોરન્ટના માલિકને ફોન કરીને ફેન્સને હટાવવા માટે કહ્યું હતું. રેસ્ટોરન્ટના મેનેજરે તો ફેન્સને ત્યાંથી હટાવી દીધા હતા, પરંતુ ગુસ્સામાં આવી ગયેલા બન્ને ચાહકો બહાર ઊભા રહીને પૃથ્વી શોની રાહ જોઈ રહ્યા હતા.

બેઝબોલના બેટથી થયો હુમલો
આરોપીઓએ બેઝબોલના બેટથી ક્રિકેટરની કારને ઘેરી લીધી હતી. એક સિગ્નલ પર કારને રોકીને તેનો વિંડશિલ્ડ તોડી દીધો હતો. ફેન્સે પૃથ્વીના દોસ્ત પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી હતી. કારનો કાચ ફૂટવા પર વાત આગળ વધી ગઈ હતી. શો અને ચાહકો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પછીથી પોલીસે પૃથ્વીને બીજી કારમાં ઘર મોકલ્યો હતો.

આ કલમો હેઠળ કેસ, પરંતુ ધરપકડ નહીં
પોલીસે આરોપીની વિરુદ્ધ IPCની કલમો 143, 148, 149, 384, 437, 504, 506 હેઠળ આ કેસ દાખલ કર્યો છે. સના ઉર્ફ સપના ગિલ અને શોભિત ઠાકુર સહિત કુલ 8 આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ તો કોઈ જ ધરપકડ કરવામાં આવી નથી.

વેલેન્ટાઈન ડે પર અપલોડ કરેલો ફોટો પછી કાઢી નાખ્યો
વેલેન્ટાઈન ડેના અવસર પર ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેની ચર્ચિત ગર્લફ્રેન્ડ નિધિ તેની સાથે જોવા મળી હતી. પોસ્ટમાં પૃથ્વીએ વેલેન્ટાઈનને પોતાની વાઇફ કહીને વિશ કર્યું હતું.

જો કે, ખાસ વાત એ હતી કે તેણે તે પોસ્ટ થોડા સમય પછી ડિલીટ કરી દીધી હતી. આ પછી પૃથ્વીએ પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મેં આ ફોટા પોસ્ટ કર્યા નથી, કોઈ અન્ય વ્યક્તિ આ બધા ફોટાને એડિટ કરીને પોસ્ટ કરી રહી છે અને અપલોડ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page