Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅમરેલીમાં સમુહ લગ્નમાં બે આખલા બાખડ્યાં, મંડપમાં મચી ગઈ દોડધામ

અમરેલીમાં સમુહ લગ્નમાં બે આખલા બાખડ્યાં, મંડપમાં મચી ગઈ દોડધામ

અમરેલીઃ અમરેલીમાં રખડતા પશુઓના કારણે ઘણી પરેશાનીઓનો ભોગ બનવાનું થતું રહ્યું છે, વિવિધ સમયે ઘણા લોકોના ભોગ પણ લેવાયા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અમરેલીના ચાલાલા ખાતેના એક સમુહ લગ્નમાં બે આખલા આવી ચઢ્યા હતા. બંને વચ્ચેનું યુદ્ધ જોવા એક સમયે જાનૈયાઓ અને મહેમાનો પણ આવી ચઢ્યા હતા. એક સમયે સતત પરેશાનીઓ વચ્ચે આખરે લોકોએ પાણી નાખીને તેમને છૂટા પાડ્યા હતા અને ત્યાંથી ભગાડવામાં સફળતા મેળવી હતી. સમારોહ થોડા સમય માટે અટકી ગયો હતો. અહીં સુધી કે પંડીત પણ એક તરફ થઈ ગયા હતા.

અમરેલીના ચાલાલા ખાતેના સમુહ લગ્નમાં 2 આખલા આવી પહોંચ્યા હતા. સમુહ લગ્નના મંડપ નીચે જ બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં આખલાનું યુદ્ધ જામતા અફરાતફરી મચી ગઈ હતી. લગભગ અડધા કલાક સુધી આ આખલાઓ અહીં યુદ્ધ ચાલુ રાખતા આયોજકોનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. જાહેર રોડ પર જામતુ આ યુદ્ધ સમુહ લગ્નમાં ખેલાતુ હોય તેવા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં હાજર વ્યક્તિઓએ પોતાના કેમેરામાં કંડારી લીધા હતા.

આખલાની લડાઈએ લગ્નવિધિમાં ઉભો કર્યો વિક્ષેપ : આખલાનો આતંક અને રખડતા ઢોરની સમસ્યાના અનેક કિસ્સાઓ દૈનિક ધોરણે સામે આવતા હોય છે. ત્યારે આખલાના આતંકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં સવારે લગ્નમંડપમાં વર અને કન્યા પક્ષના જાનૈયાઓની સાથે વરઘોડિયા પણ હાજર હતા. આવા સમયે બે આંખલાઓ લડતા બાખડતા લગ્ન મંડપમાં ઘુસી ગયા અને ત્યારે સર્જાયો અફરાતફરીનો માહોલ કર્યો હતો.

લોકો થયા ભયભીત :લગ્નમાં આવેલા જાનૈયાઓ લગ્ન ગીતની વચ્ચે આખલાના આતંકથી ભયભીત બન્યા હતા. એટલી હદે આખલાનો આતંક જોવા મળ્યો કે લગ્ન વિધિ રોકી દેવાની ફરજ આયોજન કરનાર સંસ્થાને પડી હતી. માઈક પર જાહેરાતો કરવી પડી ઝડપથી પાણી લાવો આખલાઓ લડી રહ્યા છે. આટલી હદે લગ્નમાં આખલાનો આતંક લોકોને ભયભીત કરી ગયો.

સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ : લગ્ન મંડપમાં આખલાની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્નની તમામ વિધિ મુલત્વી રાખીને ધીંગાણે ચડેલા બે આખલાઓનો રોષ શાંત કરવામાં જાનૈયાઓ રીતસર લાગેલા જોવા મળતા હતા. મહિલાને પુરુષ તમામ લોકો ધીંગાણે ચડેલા આખલાનો રોષ શાંત થાય તે પ્રયાસ કરી રહ્યા હતા. વર્ચસ્વની લડાઈ લડી રહેલા બંને આખલાઓ લગ્ન મંડપમાંથી દૂર થાય તે માટેના પ્રયાસો કરતા હતા.

આખલાઓને બહાર કાઢવા મુશ્કેલ બન્યા : અડધો કલાક સુધી આ પ્રકારનો માહોલ લગ્ન મંડપમાં જોવા મળ્યો હતો. જેને કારણે લગ્નની વિધિને પણ અટકાવી દેવાની ફરજ પડી અને યુદ્ધે ચડેલા બંને આખલાઓને પ્રથમ લગ્ન મંડપની બહાર કાઢવાનું મુશ્કેલ કામ શરૂ થયું હતું. અડધો કલાકની ભારે જહેમત બાદ જાનૈયાઓને સફળતા મળી અને ત્યારબાદ આખલાના યુદ્ધ પછી લગ્ન વિધિ આગળ વધી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page