Friday, April 12, 2024
Google search engine
HomeNationalયુવતીની છરીના ઘા મારી મારીને હત્યા, ચહેરો પથ્થરથી છૂંદી નાખ્યો, પોલીસે આ...

યુવતીની છરીના ઘા મારી મારીને હત્યા, ચહેરો પથ્થરથી છૂંદી નાખ્યો, પોલીસે આ રીતે ઉકેલ્યો કેસ

એક જઘન્ય ઘટનાએ આખા મુંબઈને હચમચાવી દીધું છે. ઘટનાની વિગત એવી છે કે 15 દિવસ પહેલાં પાલઘરમાં એક યુવતી ગુમ થઈ જાય છે. આ યુવતી કોલ સેન્ટરમાં કામ કરે છે. પહેલા તો પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી, પણ પછી કેસ નોંધીને શોધખોળ શરૂ કરી હતી. અંતે 10 દિવસની મહેનત પછી યુવતી મળી આવી, પણ જીવતી નહીં પણ મૃત. પછી પોલીસે શંકાના આધારે એક શખ્સની અટકાયત કરી. લાંબી પૂછપરછ પછી તેને છોડી દીધો. ત્યાર પછી એક લેટર સામે આવ્યો અને યુવતીની હત્યાનું રહસ્ય બહાર આવ્યું હતું. આ આખો કેસ ફિલ્મને ટક્કર મારે એવો છે. વાંચો રુવાંડા ઉભા કરી દેતા કેસની વિગત…

પાલઘર-અમદાવાદ હાઈવે પર મનોર વિસ્તારમાં નાળા પાસે ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ એક શખ્સને પસાર થતો હતો. તેને ખૂબ જ દુર્ગંધ આવતાં તેણે આજુબાજુ નજર કરી. જ્યારે આ શખ્સની નજર નાળાના પાણીમાં પડી તો તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. નાળામાં બે મોટા પાઈપની વચ્ચોવચ એક માણસની લાશ ફસાયેલી હતી અને ખરાબ રીતે સડી ગઈ હતી.

ત્યાર બાદ પાલઘર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસે જોયું કે લાશ પર ચાકુઓના અસંખ્ય વારના નિશાન રહતા. ચહેરો પથ્થર જેવા કોઈ ભારી વસ્તુથી કચડી નાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં પાણીમાં ચહેરા સહિતનો શરીરનો એક મોટો ભાગ માછલી જેવા જીવો ખાઈ ગયા હતા. લાશ પરથી ખાલી એટલી ખબર પડતી હતી કે તે કોઈ જુવાન યુવતીની લાશ છે.

મરનાર યુવતીની ઓળખ પોલીસ માટે મુશ્કેલ બની રહી હતી. પાલઘર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ મોકલવાની સાથે આજુબાજુના વિસ્તારમાં કોઈ યુવતી ગાયબ નથી ને તેની તપાસ શરૂ કરી હતી. સાથે જ આજુબાજુના પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પલેઈની વિગતો સાથે લાશને મેચ કરવાનું કામ શરૂ કર્યું. પોલીસની મહેનત રંગ લાવી.

પોલીસને તપાસ કરતાં ખબર પડી કે આજથી 10 દિવસ પહેલાં મુંબઈના સાંતાક્રુજ પોલીસ સ્ટેશનમાં એક યુવતીની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. 28 વર્ષીય યુવતીનું નામ કેરોલ ઉર્ફે પિંકી મિસ્કિટા હતું. જે 24 જાન્યુઆરીના રાતથી પોતાના ઘરેથી ગાયબ હતી. જે એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી.

સ્કૂટી લઈને ઘરેથી નીકળેલી કેરોલ મિસ્કિટાએ તેની માતાને કહ્યું હતું કે તે ડૉક્ટરને પોતાના અમુક મેડીકલ રિપોર્ટ દેખાડવા જઈ રહી છે, પણ પછી તે ક્યારેય પાછ ફરી નહોતી. જોકે તે રાત્રે તેણે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે તેને પાછા ફરતી વખતે મોડું થઈ જશે.

સવાર સુધી કેરોલ પોતાના ઘરે પાછી ન ફરતા તેની માતા સાંતાક્રુજ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવા પહોંચી હતી. જોકે એ દિવસે પોલીસ સ્ટાફ નિર્ભયા હેલ્પલાઈનના ઉદ્ધાટન કાર્યક્રમમાં બિઝી હોવાથી ફરિયાદ લેવામાં આવી નહોતી. બીજા દિવસે ફરી કેરોલા મિસ્કીટાની માતાએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસનું વલણ એકદમ ઠંડું રહ્યું હતું.

દરમિયાન ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પછી જ્યારે પાલઘરમાં એક યુવતીની લાશ મળી તો સાંતાક્રુજ પોલીસ કેરોલ મિસ્કિટાની માતાને લઈને લાવારિસ લાશની ઓળખ કરાવવા પહોંચી હતી.લાશની હાલત જોઈને માતાને પણ લાશ ઓળખવામાં મુશ્કેલી આવી હતી. કમર પર બનેલા હાર્ટ અને બટરફ્લાયના ટેટ્ટના કારણ તેની માતાએ દીકરીની લાશ ઓળખી ગયા હતા.

અત્યાર સુધી બ્લાઈન્ડ મર્ડર કેસમાં પોલીસને હવે મોટી લીડ મળી ચૂકી હતી. પાલઘર પોલીસે કેરોલ મિસ્કિટાની માતાની પૂછપરછ કરવાની સાથે પોતાની રીતે તપાસ શરૂ કરી. કેરોલની માતાએ પોલીસને જણાવ્યુ હતું કે તેની દીકરીનું છેલ્લાં 5 વર્ષથી મુંબઈના જ 27 વર્ષના જિકો મિસ્કિટા નામના યુવક સાથે અફેર ચાલી રહ્યું છે અને તેને પૂરો વિશ્વાસ છે કે કેરોલનું મર્ડર જિકોએ જ કર્યું છે. કેમ કે બંને વચ્ચે અફેર હોવા છતાં તેમનો સંબંધ છેલ્લાં કેટલાક દિવસથી બરોબર ચાલતો નહોતો.

પરંતુ પાલઘર પોલીસને જાણવા મળ્યું હતું કે સાંતાક્રુજ પોલીસ આ બાબતે પહેલાં જ કેરોલના બોયફ્રેન્ડ જિકોની પૂછપરછ કરી ચૂકી છે અને તેને ક્લિનચીટ પણ આપી ચૂકી છે. આવી સ્થિતિમાં જિકોની ધરપકડ કરતાં પહેલાં પાલઘર પોલીસે પોતાની રીતે અલગથી તપાસ કરવાનું શરૂ કર્યું. પોલીસે હાઈવે પર ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા. પછી કેરોલના પરિવારજનોની થોડી વધુ પૂછપરછ કરી.

આ પ્રયત્નમાં પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં કેરોલ બોયફ્રેન્ડ જિકો સાથે ઘટનાસ્થળ બાજુ જતી જોવા મળી હતી. સાથે જિકોનો એક મિત્ર પણ પોતાની સ્કૂટી પર બંનેને ફોટો કરતો જોવા મળ્યો હતો. હવે પોલીસની તપાસ જિકો પર અટકી ગઈ હતી. પણ પોલીસ હજી એકવાર કન્ફર્મ કરી લેવા માંગતી હતી.

દરમિયાન કેરોલના પરિવારજનોએ જિકોના નામે દીકરીના હાથે લખેલો એક લવ લેટર પોલીસને સોંપ્યો. આ લેટરની વિગત વાંચ્યા પછી આખો કેસ ક્લિયર થઈ ગયો હતો. કેરોલના હાથે જિકોના નામે લખાયેલો આ લેટર પોલીસ માટે એક ક્લૂ અને પુરાવો સાબિત થયો હતો. કેરોલ અને જિકોના સંબંધ બરોબર નહોતો ચાલતો. પાંચ વર્ષના લાંબા અફેર પછી હવે જિકો કેરોલથી પીછો છોડાવવા માંગતો હતો. તે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ કેરોલ જિકો સિવાય બીજા કોઈ વિશે વિચારી પણ નહોતી શકતી અને આ લેટર તેનો પુરાવો હતો.

પાલઘર પોલીસે જિકોની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેમે પોલીસને રુંવાડા ઉભા કરી દેતી કહાની સંભળાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે કેરોલથી પીછો છોડાવવા માંગતો હતો, જેના માટે તેણે એક ભયાનક પ્લાન બનાવ્યો હતો.

પ્લાન મુજબ જિકોએ કેરોલને વાતચીતના બહાને પોતાની પાસે બોલાવી હતી અને પછી સ્કૂટી લઈને પાલઘરના સુમસામ રસ્તા પર લઈ ગયો હતો. જિકો મર્ડર કરવા માટે ફક્ત ચાકુ લઈને નહોતો આવ્યો પણ પોતાના દોસ્ત દેવેન્દ્રને પણ સાથે બોલાવી લીધો હતો. 24 જાન્યુઆરીની રાત્રે જિકો અને કેરોલ પાલઘર હાઈવે પર રોકાયા અને વાતચીત શરૂ કરી. થોડીવારમાં બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને જિકોએ કેરોલનું ગળું દબાવવાનું શરૂ કર્યું.

આ કામમાં જિકોના મિત્ર દેવેન્દ્રએ ફક્ત તેનો સાથ નહોતો આપ્યો, પણ ગળું દબાવ્યા પછી મર્ડર કન્ફર્મ કરવા માટે કેરોલ પર ચાકુઓના ઉપરાઉપરી વાર કર્યા હતા. જિકોના પિતા કેટરિંગનું કામ કરે છે અને ત્યાંથી જ તે ચાકુ ઉપાડી લાવ્યો હતો. કેરોલના મર્ડર વખતે એક સમય એવો પણ આવ્યો કે તેનો જીવ નહોતો જતો, ત્યારે દેવેન્દ્રએ પણ કેરોલ પર ચાકુના એવા વાર કર્યા કે ચાકુનું હેન્ડલ તૂટી ગયું હતું. જેને આરોપીઓએ જંગલમાં ફેંકી દીધું હતું અને ચાકુને લાશમાં જ રહેવા દીધું હતું. ત્યાર પછી બંનેએ કેરોલની ઓળખ છૂપાવવા માટે તેના ચહેરાને પથ્થરથી છૂંદી નાખ્યો હતો. અને પછી લાશને હાઈવેને અડીને વહેતા નાળામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

જોકે હત્યારોએ બચવા માટે પ્લાન બનાવ્યો હતો, પણ અંતે પોલીસને બંનને દબોચી લીધા હતા. આ મર્ડરથી આખું મુંબઈ હચમચી ગયું હતું. અને લોકો હત્યારાને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page