Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalભક્તો અહીં પ્રસાદમાં માતાજીને ચઢાવે છે ગોગલ્સ, કેમ ગામના લોકો કરે...

ભક્તો અહીં પ્રસાદમાં માતાજીને ચઢાવે છે ગોગલ્સ, કેમ ગામના લોકો કરે છે આવું?

ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભક્તો માતાજીને કાળા ચશ્મા ચડાવી પહેરાવે છે. દેવી મા બધાની મનોકામના પૂરી કરે છે. ગામના લોકોનું માનવું છે કે માતાજી પ્રકૃતિની સાથે માનવજાતનું પણ રક્ષણ કરે છે. ખરાબ નજરથી બચાવવા માટે ભક્તો માતાજીને પ્રસાદમાં ગોગલ્સ ચડાવે છે. ભક્તો માતાજીને ચશ્માવાળા દેવી પણ કહે છે.

છત્તીસગઢના બસ્તર જિલ્લાના કાંગેર વેલી નેશનલ પાર્કમાં બાસ્તાબુંદિન દેવીનું મંદિર છે. ભક્તો ચશ્માવાળા દેવી નામથી પણ ઓળખે છે. જે ભક્તો પોતાની મનોકામના લઈને માતાજીના દરબાદરમાં પહોંચે છે તે ચશ્મા ચઢાવે છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે અનેક લોકો પૈસા ભેગા કરીને અહીંની જાત્રાનું પણ આયોજન કરે છે. આ વખતે 28 એપ્રિલે જાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ત્રણ દિવસ ચાલશે.

મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના જંગલની માતાજી રક્ષા કરે છે. તેમજ જંગલની કોઈને નજર ન લાગે એટલે ભક્તો માતાજીને ચશ્મા ચઢાવે છે. એટલું જ નહીં માતાજીને ચશ્મા પહેરાવી આખા ગામની પરીક્રમા કરાવવામાં આવે છે.

ગામના લોકોનું કહેવું છે કે માતાજીના મંદિરની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલ છે. માતાજીએ અમને આને વરદાનમાં આપ્યો છે. ગામના લોકોએ કહ્યું હતું કે અમે જંગલને અમારા જીવ કરતાં વધુ પ્રેમ કરીએ છીએ. જંગલને કોઈની નજર ન લાગે એટલે માતાજીને કાળા ચશ્મા ચઢાવીએ છીએ. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

આ વિસ્તારના જાણકાર ગંગારામે જણાવ્યું હતું કે માતાજીની પહેલા એક જ પરિવાર પૂજા-અર્ચના કરતો હતો. ધીમે ધીમે માતાજીના મંદિર બાબતે લોકોને ખબર પડતાં આખું ગામ પૂજા કરવા લાગ્યો હતો. માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. માતાજીના મંદિરમાં આજ સુધી જેટલા પણ ભક્તોએ મન્નત માંગી છે તેની મનોકામના પૂરી થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page