Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅધિકારી મહાદેવને નોટિસ ફટકારી, ભક્તો શિવલિંગ ઉખાડીને કોર્ટમાં લઈ આવ્યા, શોકિંગ મામલો

અધિકારી મહાદેવને નોટિસ ફટકારી, ભક્તો શિવલિંગ ઉખાડીને કોર્ટમાં લઈ આવ્યા, શોકિંગ મામલો

એક ખૂબ જ શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. કોર્ટમાં ભગવાનને હાજર થવાની ફરજ પડી હતી, જી હાં તમે સાચ્ચુ વાચ્યું છે. આ ઘટના અધિકારીઓના નોટિસ આપ્યા પછી ઘટી છે. પહેલા તો અધિકારીએ શંકર ભગવાનને આરોપી કહી કોર્ટમાં હાજર થવાની નોટિસ ફટકારી હતી. ત્યાર પછી કોર્ટમાં જો ભગવાન હાજર ન થયા તો 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે એવું જણાવ્યું હતું. હવે આવી સ્થિતિમાં ભગવાન સાક્ષાત તો આવી ન શકે એટલે ભક્તોએ અનોખો જુગાડ લગાવ્યો છે. તેઓ શિવલિંગને મંદિરથી ઉખાડીને કોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન કોર્ટમાં પણ ભગવાનને રાહત મળી નથી. કારણ કે મામલતદાર અન્ય કામમા વ્યસ્ત હોવાથી સુનવણી માટે આગળની તારીખ મળી હતી.

શિવ મંદિર સહિત 10ને નોટિસ ફટકારી
આ આખો મામલો છત્તીસગઢના રાયગઢ નગર નિગમનો છે. સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાની વિલાસપુર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં આ મામલાની સુનવણી થઈ. કોર્ટે રાજ્ય સરકાર અને મામલતદાર કાર્યલયને આની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ મામલતદાર ઓફિસ દ્વારા એક તપાસ ટીમ બનાવી મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જમીન પર ગેરકાયદે કબ્જો થયાનું બહાર આવ્યું હતું. આથી મામલતદાર ઓફિસ દ્વારા 10 લોકોને નોટિસ ફટકારી 25 માર્ચ સુધીમાં હાજર થવા ફરમાન કર્યું હતું.

મહાદેવને કોર્ટે બીજી તારીખે બોલાવ્યા
જે 10 નોટિસ ફટકારી હતી શિવ મંદિરનું નામ પણ સામેલ હતું. તેવામાં હવે કોઈ પુજારીનો નોટિસમાં ઉલ્લેખ ન થયો હોવાથી સીધી મહાદેવ સામે આ જાહેર થઈ ગઈ હતી. ત્યારપછી ભક્તો મંદિરમાંથી શિવલિંગને ઉખાડી ટ્રોલીમાં કોર્ટ સુધી લઈ ગયા હતા. પણ ત્યાં અધિકારી કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવાનું બોર્ડ લાગેલું હતું. હવે આ મામલાની સુનવણી 13 એપ્રિલે નિર્ધારિત કરવામાં આવી છે.

મામલતદારે કહ્યું- નોટિસમાં ભૂલ થઈ ગઈ
બીજી તરફ નોટિસમાં ભગવાન શિવના નામ અંગે મામલતદાર શર્માએ કહ્યું હતું કે તેમને નોટિસને લઈને કોઈ જાણકારી નથી. નોટિસ નાયબ મામલતદારે કાઢી છે. જો તેમાં કોઈ ત્રૂટી રહી ગઈ હશે તો સુધારી લેવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page