Thursday, April 11, 2024
Google search engine
HomeNationalએક સમયે મુઘલ સમ્રાટને આપતા હતા ઉછીના પૈસા, હવે એ જ ચુનામલની...

એક સમયે મુઘલ સમ્રાટને આપતા હતા ઉછીના પૈસા, હવે એ જ ચુનામલની હવેલી વેચાઈ રહી છે

દેશની રાજધાની દિલ્હીમાં આવેલાં ચાંદની ચોકની પરાઠાવાળી ગલી આખી દુનિયામાં ફૅમશ છે. પરાઠાવાળી ગલી ઉપરાંત અહીં એક એવી વસ્તુ છે, જે ન માત્ર ફૅમશ છે પણ, તેમાં ભારતીય ઇતિહાસ રહેલો છે. જેણે દિલ્હીને મોર્ડન થતાં જોયું છે. તો તેણે દિલ્હીમાં રાજનીતિના બદલાતા રંગને જોયા છે. જેણે દિલ્હીનો ધગધગતી ગરમી અને કડકડતી ઠંડી પણ જોઈ છે. અહીં એક 128 રૂમવાળી એક હવેલી છે. જેનું નામ છે લાલ ચુનામલ હવેલી. દિલ્હી આવતાં ટૂરિસ્ટ માટે આ હવેલી આકર્ષણનું કેન્દ્ર છે. જોકે, આ હવેલી હવે વેચાવા જઈ રહી છે. છૂનામલ હવેલીની ઓફિશિયલ વેબસાઇટ પર તેનું સેલિંગ પણ શરૂ થઈ ગયું છે.

લાલ ચુનામલ  કોણ હતાં?
ચુનામલ હવેલી દિલ્હીના ચાંદની ચોકમાં છે. તેની આસપાસ જામા મસ્જિદ અને ચાવડી બજાર પણ છે. આ હવેલી મુઘલોના સમય દરમિયાન વર્ષ 1848માં લાલ છૂનામલે બનાવી હતી. જે બ્રિટિશ ભારતના પહેલાં મ્યૂનિશિપલ કમિશનર હતાં. તે સમયે તેઓ શહેરના પહેલાં એવા વ્યક્તિ હતાં. જેમની પાસે ટેલીફોન અને ગાડી હતી. હવે છૂનામલની દશમી પેઢી તેમની આ હવેલીની સારસંભાળ રાખી રહી છે.

દિલ્હીમાં મુઘલોના સમયની ઘણી બિલ્ડિંગ આવેલી છે અને તેનો ઇતિહાસ પણ અનોખો છે. એક રિપોર્ટ મુજબ, કેટલાંક વર્ષ પહેલાં દિલ્હીની 554 હવેલીને દિલ્હી સરકારે સહાય નહીં આપવાનો નિર્ણય કર્યો હતો, પણ લાલ ચુનામલની હવેલીના માલિક અને શેરહોલ્ડર અનિલ પ્રસાદે સરકારી સહાયતા વગર આ હવેલીની સારસંભાળ ચાલુ રાખી હતી. અનિલ પ્રસાદ કંજન સુનિલ મોહન અને અન્ય સંબંધીએ પણ આ હવેલીની શાન સંભાળી રાખી હતી. દિલ્હીમાં આવેલી આ હવેલી બહારથી ભલે ગમે તેવી લાગતી હોય પણ, અંદરથી ખૂબ શાનદાર છે.

હવેલી કેમ વેચાઇ રહી છે.
હવેલીના માલિક સુનિલ મોહનના પ્રવક્તા અમિત વાહીએ જણાવ્યું કે, ‘‘હવેલી વેચવાનું કારણ એવું નથી કે, છૂનામલ પરિવારના લોકો હવે બહાર રહે છે. તે આજની જનરેશન છે અને પ્રોપર્ટી એટલી મોટી છે કે, તેની સારસંભાળ રાખવા માટે અત્યારે કોઈ નથી. સુનિલ મોહનનો પરિવાર પણ બહાર છે. જે આ પ્રોપર્ટીના શેરહોલ્ડર છે. એટલે આ પ્રોપર્ટી વેચવામાં આવી રહી છે.’’

અમિતે કહ્યું કે, ‘‘આ હવેલીને ઇન ફ્યૂચર ડેસ્ટિનેશન પોઇન્ટની જેમ યૂઝ કરી શકાય તેમ છે. ચાંદની ચોક ડિઝાઇનર્સનું હબ છે. તો મોટા ડિઝાઇનર્સ તેમાં આઉટલેટ્સ ખોલી શકે છે. કૅફે પણ ઓપન થઈ શકે છે. અમે ઇચ્છીએ છીએ કે આ મોટી પ્રોપર્ટી રી-યૂઝ થાય.’’

એક ઇન્ટરવ્યૂમાં અનિલ પ્રસાદે જણાવ્યું કે, ‘‘આ હવેલી એક એકરમાં બનેલી છે. જેમાં 128 રૂમ છે નોકરોને છોડીને પરિવારના 30 સભ્યો રહી શકે છે. પણ મોટાભાગના પરિવારના સભ્યોએ હવેલીમાં પોતાના ભાગને બંધ કરી દીધા છે અને તે શહેરના બીજા વિસ્તારમાં શિફ્ટ થઈ ગયાં છે.’’

વર્ષ 2016માં જ્યારે અનિલને પૂછવામાં આવ્યું હતું કે, તે આ હવેલીને છોડવા અથવા ક્યારેય વેચવા માગશે? તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ‘‘હું આવું કરવા માગતો નથી, હું તેની સારસંભાળ રાખી શકું છું, જેમાં મારા ખુદના રૂપિયા લાગી રહ્યા છે. હું ખુદને દિલ્હીને કોઈ બીજા ભાગમાં જોવા માગતો નથી. હું આ હવેલીમાં રહેવા માગું છું, જ્યાં મારા પૂર્વજો રહેતા હતા અને તેમણે ઇતિહાસમાં ખૂબ જ વસ્તુ જોઈ છે.’’ જોકે, હવે આ હવેલી વેચવા જઈ રહી છે. હવેલીની ઓફિશિયલ સાઇટ પર ખરીદદાર સંપર્ક કરી શકે છે.

આ સુંદર હવેલીના ધાબા પરથી આખા ચાંદની ચોકને જોઈ શકાય છે. સાંકડી સીડીથી ઉપર જતાં રસ્તા તમને તેની ભવ્યતા બતાવે છે. આ હવેલીમાં ખૂબ જ સુંદર અરીસો પણ લગાડવામાં આવ્યો છે. જેને બેલ્જિયમનો હોવાનું કહેવામાં આવે છે.

ચુનામલ એક અમીર વ્યક્તિ હતાં. એવું પણ કહેવામાં આવે છે કે, તે મુઘલોના અંતિમ સમ્રાટ બહાદુર શાહ જફરને ઉધાર રૂપિયા આપતાં હતાં. એટલું જ નહીં શાહી ઘરાના માટે શૉલ, બ્રોકેડ સહિતની વસ્તુ પણ આપતાં હતાં. તેમના બ્રિટિશર સાથે સારા સંબંધ હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page