Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalહેવાનીયતની હદ પાર કરતો બનાવ, યુવતીની લાશની એવી હાલત કરી કે પોલીસ...

હેવાનીયતની હદ પાર કરતો બનાવ, યુવતીની લાશની એવી હાલત કરી કે પોલીસ પણ ધ્રુજી ગઈ

નવા વર્ષની ઉજવણી વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારમાં સવાર કેટલાક યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ યુવકો કાર લઈને નાસી રહ્યા હતા. અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

યુવતી સ્કૂટી પરથી ઘરે પરત ફરી રહી હતી
આ ઘટના દિલ્હીના કાંઝાવાલા વિસ્તારની છે. પ્રાથમિક તપાસ મુજબ, 23 વર્ષની યુવતી લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટટાઈમ કામ કરતી હતી. તે શનિવાર-રવિવારે રાત્રે આવા જ એક ફંક્શનમાંથી કામ કરીને પરત ફરી રહી હતી. તે સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી. જ્યારે પાંચ આરોપી યુવકો પણ તેમની કારમાં એ જ રૂટ પર જઈ રહ્યા હતા.

4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાઈ
અહેવાલો અનુસાર, સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ. આ પછી યુવકો ઝડપથી નાસી જવા લાગ્યા હતા અને યુવતી લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ હતી અને સુલતાનપુરથી તે કાંઝાવાલા વિસ્તાર સુધી ઢસડાતી ગઈ. તે રસ્તાની વચ્ચે તડપી રહેલી હાલતમાં પડી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. પીઠ-માથાનાં હાડકાં બહાર આવી ગયાં હતા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું.

પોલીસનું શું કહેવું છે?
આ ઘટના દિલ્હીના કાંઝાવાલા વિસ્તારની છે. દિલ્હીના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તા પર નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં યુવતીની લાશ પડી હતી. પોલીસે આ કેસમાં 5 યુવકની ધરપકડ કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.

યુવતી ઘણા કિલોમીટર સુધી ઢસડાઈ
DCP હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓના કહેવા પ્રમાણે, તેમની કારનો પીડિતાની સ્કૂટી સાથે અકસ્માત થયો હતો, ત્યાર બાદ તેઓ નાસી જવા લાગ્યા હતા, પરંતુ તેઓ એ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા કે યુવતી તેની સ્કૂટી સાથે તેમની કારમાં ફસાઈ ગઈ હતી અને રસ્તા પર ઘણા કિલોમીટર સુધી ઢસડાઈ રહી હતી.

મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી
યુવતીની માતાએ કહ્યું કે મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી. તે ગઈકાલે પંજાબી બાગમાં કામ કરવા ગઈ હતી. તે સાંજે 5.30 વાગ્યે ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે 10 વાગ્યા સુધીમાં પરત આવી જશે. મને સવારે તેના અકસ્માત વિશે જણાવવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી મેં તેનો મૃતદેહ જોયો નથી.

આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે
પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કારને પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમણે નશો કર્યો હતો કે કેમ એ જાણી શકાય. હાલ આ ઘટનાને લગતા કોઈ સીસીટીવી પોલીસને હાથ લાગ્યા નથી.

LGએ કહ્યું- મારું માથું શરમથી ઝૂકી ગયું
આ ઘટના પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું – આ ગુનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે અને હું ગુનેગારોના ભયંકર કૃત્યથી સ્તબ્ધ છું. તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે. તેઓ દિલ્હીના પોલીસ કમિશનર સાથે મળીને આ મામલે નજર રાખી રહ્યા છે.

સ્વાતી માલીવાલે કહ્યું- સત્ય સામે આવવું જોઈએ
આ ઘટના બાબતે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે દિલ્હીના કંઝાવાલામાં એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવકોએ નશાની હાલતમાં કારથી યુવતીના સ્કૂટીને ટક્કર મારી દીધી હતી અને તેને ઘણાં કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. આ મામલો ખૂબ જ ભયાનક છે, હું દિલ્હી પોલીસને સમન્સ જારી કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ. આ સાથે તેણે નવા વર્ષને લઈને દિલ્હી પોલીસની તૈયારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page