Tuesday, May 21, 2024
Google search engine
HomeGujaratઅનંત અંબાણી અને રાધિકાએ ગુજરાતમાં અહીં કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી, જુઓ તસવીરો

અનંત અંબાણી અને રાધિકાએ ગુજરાતમાં અહીં કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી, જુઓ તસવીરો

મુકેશ અંબાણીનો સૌથી નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે હાલમાં શ્રીનાથજી મંદિર-નાથદ્વારામાં સગાઈ કરી હતી. ત્યાર બાદ અંબાણી પરિવારે મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટી આપી હતી. હવે સગાઈના ચાર દિવસ બાદ આ કપલ નવું વર્ષ મનાવવા ગુજરાત આવ્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નવા વર્ષની ઉજવણી માટે જામનગર રિલાયન્સમાં આવ્યા હતા. નવા વર્ષના સેલિબ્રેશન માટે કપલ સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ આવ્યા હતા. જામનગર એરપોર્ટ પર બધા કેમેરામાં કેદ થયા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનને લઈને રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારાયું હતું. રિલાયન્સ ટાઉનશિમાં બંનેની જેવી એન્ટ્રી થઈ કે તેમના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. બંનેનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે રિલાયન્સ ટાઉનશિપ આહલાદક અને કૃદરતી વાતાવરણથી મહેકતી જગ્યા છે. અહીંની ચોખ્ખી હવા અને શાંત વાતાવરણ કોઈનું પણ ન મોહી લે છે. આ ઉપરાંત રિલાયન્સ ટાઉનશિપ સાથે અનંત અંબાણી ખૂબ જૂનો નાતો છે. તેણે મહિનાઓ સુધી અહીં રહીને પોતાનું વનજ ઘટાડ્યું હતું.

કોણ છે અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાધિકા
રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. હાલ મુંબઈમાં રહેતા વિરેન મર્ચન્ટ મૂળ ગુજરાતી અને કચ્છના રહેવાસી છે. તેઓ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. આ ઉપરાંત તેઓ એન્કોર નેચરલ પોલીમર્સ, એન્કોર બિઝનેસ સેન્ટર, એન્કોર પોલીફ્રેક પ્રોડક્ટ સહિતની કંપનીમાં ડિરેક્ટર છે.

કેટલા કરોડના માલિક?
મીડિયા રિપોર્ટ મુજબ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે મુકેશ અંબાણી 7.40 લાખ કરોડ રૂપિયાના માલિક છે.

પરિવારમાં કોણ કોણ?
વિરેન મર્ચન્ટને બે પુત્રી રાધિકા અને અંજલિ છે. જ્યારે વિરેન મર્ચન્ટના પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલી પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

મુંબઈમાં સ્કૂલ અને ફોરેનમાં કોલેજ કરી
કાએ હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે. તેણે મુંબઈમાં કથેડ્રલ સ્કૂલ, જોન કેનન અને ઇકોલ મોન્ડિયોલમાં અભ્યાસ કર્યો છે. રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ
રાધિકા મર્ચન્ટે વાઈસ ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે. રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે.

રાધિકાને કોફી ખૂબ ભાવે છે
રાધિકા કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રીબ્યૂશન કરી શકું.’

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page