Thursday, May 16, 2024
Google search engine
HomeGujaratડોગીના બર્થ-ડેની હાઈફાઈ પાર્ટીમાં કાજલ મહેરિયાએ રમઝટ બોલાવી, આવો હતો જલસો, જુઓ...

ડોગીના બર્થ-ડેની હાઈફાઈ પાર્ટીમાં કાજલ મહેરિયાએ રમઝટ બોલાવી, આવો હતો જલસો, જુઓ તસીવીરો

કોરોના મહામારી વચ્ચે એક તરફ સરકાર કડક નિયંત્રણો જાહેર કરી રહી હતી અને અમદાવાદના નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચિરાગ ઉર્ફે ડાગો પટેલે મિત્રો સાથે મળીને પોતાના એબ્બી નામના ડોગનો બર્થ ડે ઉજવ્યો હતો. જેની સામે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એબ્બીના બર્થ-ડે માટે અંદાજે રૂ. સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે.

કાજલ મહેરિયાએ સૂર રેલાવ્યા
મધુવન ગ્રીન પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર મોટી સાઈઝની તસવીરો મૂકી હતી. તો એબ્બી સાથે કાજલ મહેરિયાની પણ તસવીર હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકો પણ રાસની રમઝટ બોલાવીને ડોગના બર્થ ડે સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં પણ લોકોનાં ટોળાં જોવા મળ્યાં છે.

સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ
કાજલ મહેરિયા ખોટા સામે પોતાનો અવાજ ઉઠાવતાં હોય છે અને પોતાનો વ્યૂ આપતા હોય છે. છેલ્લે તેમણે ટીકટોક જેવી ચાઈનીઝ એપ અને ચાઈનીઝ વસ્તુનો વિરોધ કર્યો હતો. આ રીતે તેઓ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે એબ્બીના જન્મદિવસની ઉજવણીને પગલે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાજલ મહેરિયાએ યોજાયેલા બર્થડે સેલિબ્રેશનમાં રૂ. 7 લાખ જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે.

2020માં થરાદના એક લગ્ન પ્રસંગમાં જાહેરનામા ભંગની ફરિયાદ થઈ હતી
થરાદ તાલુકાના કેશર ગામે નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી, જેમાં લોકગાયિકા કાજલ મહેરિયાને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તા. 29 નવેમ્બર 2020ની રાત્રે લોકગાયિકા કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીતો ગાયાં હતાં, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું.

આ અંગેનો વીડિયો ઉતારી વાઇરલ કરાયો હતો, આથી પોલીસે 16 ડિસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી અને લોકગાયિકા કાજલ મહેરિયા સામે ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં લોકગાયિકા કાજલ મહેરિયા જામીન સાથે થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page