Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood'જેઠાલાલ'ની દીકરીનું ફેમસ તાજ હોટલમાં જાજરમાન રિસેપ્શન, જુઓ કોણ કોણ આવ્યું

‘જેઠાલાલ’ની દીકરીનું ફેમસ તાજ હોટલમાં જાજરમાન રિસેપ્શન, જુઓ કોણ કોણ આવ્યું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘જેઠાલાલ’ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. ગઈ કાલે એટલે કે 11 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં ‘તારક મહેતા..’ના કલાકારો-ક્રૂ ઉપરાંત ટીવી તથા થિયેટર ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા.

નિયતિ જોષીના આ લવ-મેરેજ છે અને તે યશોવર્ધનને છેલ્લાં ઘણાં વર્ષોથી ઓળખે છે. બંને સાથે અભ્યાસ કરતાં હતાં. દિલીપ જોષીએ રિસેપ્શન કાર્ડમાં જ સ્પષ્ટપણે લખ્યું હતું કે મહેમાનો ગિફ્ટ્સ લઈને ના આવે. તેઓ માત્ર તેમના આશીર્વાદ જ દીકરી ને જમાઈને આપે.

કોણ કોણ આવ્યું? : નિયતિ જોષી તથા યશોવર્ધનના વેડિંગ રિસેપ્શનમાં ‘તારક મહેતા..’ના કલાકારો જેમાં, સુનૈના ફોજદાર (અંજલિભાભી), પલક સિધવાણી (સોનુ), સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી), પ્રિયા આહુજા (રિટા રિપોર્ટર), માલવ રાજડા (સિરિયલના ડિરેક્ટર), અમિત ભટ્ટ (બાપુજી), મુનમુન દત્તા (બબીતા) હિમાની શિવપુરી, સરિતા જોષી, કિકુ શારદા, તનાઝ ઈરાની, શૈફાલી શાહ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. જોકે, રિસેપ્શનમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી આવી નહોતી.

કેમ નાશિકમાં લગ્ન યોજાયા? : સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પરિવારે પહેલાં મહાબળેશ્વર, લોનાવલા, કરજત જેવાં સ્થળો પણ લગ્ન માટે જોયાં હતાં. જોકે અંતે લગ્ન નાશિકની હોટલમાં કરવાનો નિર્ણય થયો હતો. અશોક મિશ્રા (દિલીપ જોષીના વેવાઈ)ના નજીકના સંબંધીઓ નાશિકમાં રહેતા હોવાથી અહીં જ લગ્ન કરવાનું નક્કી થયું હતું. કોરોનાને કારણે લગ્નમાં માત્ર પરિવાર તથા નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. બંને પરિવાર હાલમાં નાશિકમાં જ છે. નિયતિ તથા યશોવર્ધનની આ વર્ષે માર્ચમાં સગાઈ થઈ હતી. નિયતિ તથા યશોવર્ધને કોલેજનાં નાટકોમાં પણ સાથે કામ કર્યું હતું.

કોણ છે દિલીપ જોષીનો જમાઈ? : યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં. વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

દિલીપ જોશની ખૂબ નજીક છે દીકરી: જેમ કોઈ પણ પિતાની સૌથી વધુ નજીક તેની દીકરી હોય છે, તેમાં દિલીપ જોશીની ખૂબ જ નજીક તેની દિકરી નિયતી જોશી છે. દીકરી નિયતી જોશી દિલીપ જોશીના કાળજાનો કટકો છે. દિલીપ જોષીના પરિવારમાં પત્ની જયમાલા, દીકરી નિયતી જોષી તથા દીકરો ઋત્વિક જોષી છે. દિલીપ જોષીની દીકરી પિતાની જેમ એક્ટિંગ ફીલ્ડમાં આવી નથી.

પુસ્તકોનો ગાંડો શોખ છે:  દિલીપ જોશીની દિકરી નિયતીને વાંચવાનો ખૂબ જ શોખ છે. તેણે આ શોખમાં જ પોતાની કરિયર બનાવી છે. તેણે લંડનની સિટી યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ પબ્લિસિંગનું સ્ટડી કર્યુ છે. તે પહેલાં ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સીનિયર એક્ઝીક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રિલાન્સર અને પેગ્વિનમાં બૂક એડિટર તરીકે પણ કામ કર્યું છે. હાલમાં નિયતી કિતાબખાનામાં કામ કરી રહી છે. નિયતીને વાંચવાનો જબરજસ્ત શોખ છે. આટલું જ નહીં નિયતી અવારનવાર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતી રહેતી હોય છે.

નિયતીના રૂમમાં 2500થી વધારે પુસ્તકો છે: નિયતીના વાંચવાના શોખ અંગે દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, મારી દીકરી નિયતીને બાળપણથી વાંચવાનો ખૂબ શોખ છે. તેના રૂમમાં અત્યારે 2500થી વધુ પુસ્તકો હશે. અમે જ્યારે નવું ઘર બનાવડાવ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે પપ્પા મારા રૂમમાં બૂક રહેશે એટલે મારે ટીવી નથી જોઈતું.

દીકરાને ફિલ્મ રાઈટિંગનો શોખ: દિલીપ જોશીના દીકરા ઋત્વિકે પણ કળાના ફીલ્ડમાં જ કરિયર બનાવી છે. તેણે મુંબઈની જયહિન્દ કોલેજમાંથી બીએ કર્યું છે. તેને ફિલ્મ રાઈટિંગનો શોખ છે. તેણ હાલમાં જ એક્ટ્રેસ કીર્તિ સેનન સાથે એડમાં કામ કર્યું હતું. દીલિપ જોષી પોતાની પત્ની, બે સંતાનો તથા પેરેન્ટ્સ સાથે મુંબઈમાં રહે છે.

મુંબઈમાં જન્મઃ વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો જન્મ 26 મે 1968ના રોજ મુંબઈમાં થયો હતો. દિલીપ જોષી મૂળ પોરબંદરના ગોસા ગામ તેમનું વતન થાય છે. તેમણે એન એમ કોલેજ ઓફ કોમર્સમાંથી બી કોમની ડિગ્રી લીધી હતી.

કોલેજ દરમિયાન બેવાર અવોર્ડ મળ્યોઃ કોલેજ દરમિયાન દિલીપ જોષીને આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)માં તેમને બેવાર બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.

સલમાનની ફિલ્મથી કરી એક્ટિંગની શરૂઆતઃ દિલીપ જોષીએ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં રામુનો રોલ પ્લે કરીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ટીવી જ નહીં, ફિલ્મ્સમાં પણ કર્યું છે કામઃ આજે લોકો દિલીપ જોશીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ તરીકે ઓળખે છે પણ તેમણે ‘મૈને પ્યાર કિયા'(1989),’ હમ આપકે હૈ કૌન'(1998),’ ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની ‘(2000) ,’હમરાઝ'(2002) અને ‘ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચુક્યા છે.

મહત્વપૂર્ણ ટીવી સીરિયલ્સઃ ગલતનામા(1994), ‘દાલ મેં કાલા'(1998), ‘હમ સબ એક હૈ'(1998-2001), ‘હમ સબ બારાતી’ (2004), ‘FIR (2008) અને  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(2008- ચાલુ).

ભિખારીએ જેઠાલાલ કહીને પાડી હતી બૂમઃ એક ઈન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે તેઓ ઓપન જીપમાં અમદાવાદમાં જતા હતાં અને સિગ્નલ પર જીપ ઊભી રહી હતી. અહીંયા એક ભિખારીએ જેઠાલાલ…જેઠાલાલની બૂમો પાડી હતી. બૂમ સાંભળીને દિલીપ જોષીને લાગ્યું કે ભિખારીએ તેને ક્યા જોયો હશે? તેના ઘરમાં ટીવી હશે?

આબાલ-વૃદ્ધ તમામ ઓળખેઃ  જેઠાલાલે કહ્યું હતું કે એક લગ્નમાં તેમને એક મહિલાને મળ્યા હતાં અને તેણે કહ્યું હતું કે તેની માતાની ઉંમર 80 વર્ષની છે અને તઓ ઘરમાં કોઈને ઓળખતા નથી પરંતુ જ્યારે પણ ‘તારક મહેતા..’ સીરિયલ આવે ત્યારે જેઠાલાલને તરત જ ઓળખી જાય છે અને બૂમો પાડવા લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page