Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદિવ્યાંગ યુવકે જીવની ભીખ માગી, ક્રૂરતાથી પતિ-પત્ની દંડાથી મારતા રહ્યા

દિવ્યાંગ યુવકે જીવની ભીખ માગી, ક્રૂરતાથી પતિ-પત્ની દંડાથી મારતા રહ્યા

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક દિવ્યાંગ યુવકની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના જેવર વિસ્તારની છે જ્યાં એક દંપત્તિએ પોતાના જ સંબધીને ડંડાથી જોરદાર ધોલાઈ કરી અને તેના સ્કૂટરની તોડફોડ કરી હતી. પોલીસે પીડિત ગજેન્દ્રના કહ્યાં પર ફરિયાદ નોંધી હતી અને જુગેન્દ્ર અને તેની પત્નીની ધરપકડ કરી હતી ત્યાર બાદ જેલમાં ધકેલી મૂક્યા હતાં.

પોલીસે જણાવ્યું કે, વીડિયો 27 માર્ચનો છે. જેમાં દિવ્યાંગ યુવક ગજેન્દ્રની તેના જ સંબંધીએ ધોલાઈ કરી હતી. જોકે, આરોપી જુગેન્દ્રએ પોતાની સ્કૂલ ચલાવવા માટે દિવ્યાંગ ગજેન્દ્રને આપી હતી. પરંતુ બે વર્ષ સુધી લોકડાઉનના કારણે સ્કૂલ બંધ હતી. જેને કારણે જુગેન્દ્રએ સ્કૂલને ભાડે આપી દીધી હતી. આ વાતને લઈને જુગેન્દ્ર અને ગજેન્દ્રની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલી બધી હદે વધી ગયો કે, ગુજેન્દ્રએ ગુસ્સામાં પોતાની પત્ની સાથે મળીને ગજેન્દ્રની ધોલાઈ કરી હતી અને તેના સ્કૂટરની તોડફોડ કરી હતી.

એડિશનલ ડીસીપી વિશાલ પાંડયને જણાવ્યું કે, પીડિત ગજેન્દ્રએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનને નોંધાવી છે. ત્યાર બાદ બન્ને આરોપી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ બન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં.

દિવ્યાંગની સાથે મારપીટનો આ વીડિયો બહુ જ વાયરલ થયો છે. યૂથ કોંગ્રેસ અધ્યાક્ષ શ્રીનિવાસ બીવીએ પણ આ વીડિયોને પોતાના ટ્વિટર પર શેર કર્યો હતો. તેમણે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, નફરતને કારણે આપણે આ મુકામ પર આવીને ઉભા છીએ. આની પર પુન:ચિંતનની જરૂર છે. આ તસવીર માણસાને શર્મશાર કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page