Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratડૉક્ટરે બહેને સગા ભાઈ-ભત્રીજીને આપ્યું હતું ધ્રુજાવી દેતું મોત, કારણ જાણીને તમને...

ડૉક્ટરે બહેને સગા ભાઈ-ભત્રીજીને આપ્યું હતું ધ્રુજાવી દેતું મોત, કારણ જાણીને તમને આંચકો લાગશે

આજથી અંદાજે ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં થયેલા હચમચાવી દેતા બેવડા હત્યાકાંડનમાં કોર્ટે આરોપી બહેનને દોષિત ઠેરવી છે. નોંધનીય છે કે વર્ષ 2019માં પાટણમાં ડેન્ટીસ્ટ બહેને પોતાના જ સગાભાઈ અને માસૂમ ભત્રીજીની હચકારી હત્યા કરી હતી. પરિવારમાં માનમોભો ન જળવાતો હોય આરોપી બહેને તેના સગભાઈને ધતુરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સૂલમાં સાઈનાઈડ આપી ઠંડા કલેજે હત્યા નિપજાવી હતી. ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઈનાઈડ આપી હત્યા નિપજાવી હતી. આ કેસમાં બેવડી હત્યામાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી છે. આ મામલે 4 એપ્રિલે કોર્ટ સજા સંભળાવશે.

શું હતો કંપારી છૂટાવી દેતો કેસ?
આજથી ત્રણ વર્ષે પહેલા મેં 2019માં વ્યવસાયે ડેન્ટીસ્ટ કિન્નરી પટેલેન પોતાના જ સગાભાઈ જીગર પટેલ અને ભત્રીજી માહી પટેલને સાઈનાઈડ આપી હત્યા નિપજાવી હતી. પરિવારમાં પોતાનો માનમોભો જળવાતો ન હોય કિન્નરી પટેલે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિન્નરી પટેલે જે ભાઈને રાખડી બાંધતી હતી તે જ ભાઈની હત્યા કરવા માટે ધતુરાનો અને સાઈનાઈડનો ઉપયોગ કર્યો હતો. કિન્નરીએ, જીગર પટેલને અલગ અલગ પ્રવાહીમાં ધતુરાનું પાણી આપ્યું હતું. ધતુરાના પાણીના કારણે જીગરનું માનસિક સંતુલન બગડતા કિન્નરીએ પોતાની પાસે સાઈનાઈડ ભરેલી કેપ્સુલ આપી દીધી હતી જેના કારણે જીગર પટેલનું મોત નિપજ્યું હતું.

ભાઈ બાદ ભત્રીજીને સાઈનાઈડ આપી પતાવી દીધી
જીગર પટેલના મોતના પંદર દિવસ બાદ જ પોતાના ભાભી એટલે કે જીગર પટેલના પત્ની ભૂમિબેનને પણ ધતુરાનું પાણી આપી દીધું હતું. જેથી ભૂમિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જેનો લાભ લઈ 14 વર્ષની ભત્રીજી માહીને સાઈનાઈડ આપી દેતા તેનું પણ મોત નિપજ્યું હતું.

સાઈનાઈડ પહેલા મકોડા પર ટેસ્ટ કર્યું, પછી ભાઈને આપ્યું
પાટણના ડબલ મર્ડર કેસમાં પકડાયેલ કિન્નરી પટેલ સગા ભાઈ અને ભત્રીજી ને મોતને ઘાટ ઉતારવા માટે ઉપયોગમાં લીધેલ સાઈનાઈડ અમદાવાદ માણેકચોકમાં આભુષણોને ગીલેટ કરવાનો વ્યવસાય કરતા એક શખ્સ પાસેથી લાવી હતી. તેણે સૌથી પહેલા પોટેશીયમ સાઇનાઇડનો મકોડા પર પ્રયોગ કર્યો હતો અને તે મકોડો મરી ગયો હતો ત્યારબાદ તેણે સગા ભાઇ જીગર ને તે પદાર્થ આપી હત્યા કરી હતી.

ઈન્ટરનેટ પર સર્ચ કરી સાઈનાઈડ વિશે માહિતી મેળવી
સગા ભાઈ અને ભત્રીજીના ડબલ મર્ડર કરનાર કિન્નરી પટેલે ઘાતકી ઝેર વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી પોટેશિયમ સાઇનાઇડ અંગે જાણકારી મેળવી હતી. તે અમદાવાદમાં કાયમી સોના ચાંદીના દાગીના લેતી હતી તે વેપારીને મળી પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર હોવાથી દાત ઉપર લગાવવા માટે ની કેપ ઉપર સોનાનો ગીલેટ કરવા માટે કેમિકલ ની જરૂરિયાત હોવાનું જણાવી તેમના પાસેથી સોના ચાંદીના દાગીના પર ગીલેટ કરવાનો માણેકચોકમાં વ્યવસાય કરનાર પાસેથી પોટેશિયમ સાઈનાઈડ( પોટાશ કેમિકલ) મેળવ્યું હતું.

રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી સજા આપવા સરકાર પક્ષની માગ
કોઈ બહેન સ્વપનેય ન વિચારી શકે તેવા બનાવને અંજામ આપનાર બહેનને પાટણ એડીશ્નલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી છે. આરોપી જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા આપવા સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવી છે. કોર્ટ 4 એપ્રિલે સજાનું એલાન કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page