Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightએશિઝ સીરિઝ: ઈંગ્લેન્ડ ક્રિકેટના કેપ્ટન જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ

એશિઝ સીરિઝ: ઈંગ્લેન્ડ ક્રિકેટના કેપ્ટન જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ

એશિઝ સીરિઝ ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં બોલ જો રૂટના બોક્સ (એલ-ગાર્ડ) પર વાગ્યો હતો. સ્ટાર્કનો 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો બોલ સીધો રૂટના બોક્સ પર લાગ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના 8 વિકેટે 497 રનના જવાબમાં ઈંગ્લેન્ડે દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 5 વિકેટે 200 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ માટે રોરી બર્ન્સ અને જો રૂટે અર્ધ શતકીય ઈનિંગ્સ રમી હતી. ઈનિંગની 39મી ઓવરમાં રૂટને મિચેલ સ્ટાર્કનો 140 કિલોમીટરની સ્પીડનો બોલ સીધો બોક્સ પર જઈને વાગ્યો હતો.

આ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 109 રન હતો. બર્ન્સ 113 બોલ પર 57 રન બનાવી રમતો હતો જ્યારે રૂટ 36 રન પર બેટિંગ કરી રહ્યો હતો. સ્ટાર્કનો બોલ રૂટના પ્રોટેક્ટિવ ગિયર પર લાગ્યો હતો. રૂટે તરત જ બોક્સને બદલી નાખ્યું હતું.

જ્યારે રૂટને બોલ વાગ્યો ત્યારે બધાં ચોંકી ગયા હતાં. રૂટને બોલ વાગતાં જ તે ઘૂંટણીયે પડી ગયો હતો. બધાંને ડર હતો કે ક્યાંક ઈજા ગંભીર ન હોય. જોકે થોડી વાર બાદ રૂટ ઊભો થતાં બધાંને હાશકારો થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page