Saturday, April 13, 2024
Google search engine
HomeNationalભાજપને પ્રચંડ બહુમતી મળતા જ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પતન તરફ!

ભાજપને પ્રચંડ બહુમતી મળતા જ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પતન તરફ!

બેંગાલુરૂઃ દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર આવતા કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટ આવ્યું છે. પૂર્વ પીએમ દેવગૌડાએ પોતાના સીએમ પુત્ર કુમારસ્વામીને રાજીનામુ આપવા અંગે વિચારવાનું કહ્યું છે. જોકે, કુમારસ્વામીએ રાજીનામુ આપવાનો ઈનકાર કર્યો હતો.

સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે તે આનો હિંમતથી સામનો કરશે પરંતુ રાજીનામુ આપશે નહીં. સીએમે કોંગ્રેસી કેસી વેણુગોપાલ સાથે વાત કરી હતી અને આગળની રણનીતિ બનાવવા માટે બેંગાલુરૂ આવવાનુ આમંત્રણ આપ્યું છે. કેસી વેણુગોપાલે આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસ એમની સાથે છે અને ગઠબંધન ચાલુ રહેશે.

કુમારસ્વામીએ અન્ય કોંગ્રેસી નેતા ડીકે શિવકુમાર સાથે વાત કરી હતી. હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે પણ આશ્વાસન આપ્યું છે કે ગઠબંધનને કોઈ અશર નહીં થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page