Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratડિસેમ્બરમાં ચપ્પુ ખરીદ્યું તો ગ્રીષ્માની હત્યા કેમ બે મહિના પછી કરી? જાણીને...

ડિસેમ્બરમાં ચપ્પુ ખરીદ્યું તો ગ્રીષ્માની હત્યા કેમ બે મહિના પછી કરી? જાણીને દંગ રહી જશો

સુરતની મામૂસ દીકરી ગ્રીષ્માની હત્યાને આજે સાત દિવસ થઈ ગયા છે. પોલીસ સુપર ગતિએ કેસની તપાસ કરી રહી છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી જેવી રજા મળી કે પોલીસે તેને ઉપાડી લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ બાદ ફેનિલને સુરતમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ ફેનિલને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ કેસમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે.

ગ્રીષ્માની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી ત્યાર બાદ એક વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે ફેનિલ આટલો ઝનૂની કેમ બની ગયો? તેણે બેરહરમીથી બધાની વચ્ચે ગળું કેમ કાપી નાખ્યું? મીડિયા રિપોર્ટ મુજબ ફેનિલ મારધાડવાળી વેબસિરિઝ જોવાનો શોખીન હતો. તેણે ક્રાઈમ આધારિત બદલાપુર, ભૌકાત અને આશ્રમ જેવી વેબસીરિઝ જોઈ હતી. ગ્રીષ્માની હત્યાનો પ્લાન પણ તેણે આ વેબસીરિઝ જોઈને બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એવા પણ મીડિય રિપોર્ટ છે કે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માની હત્યાનો પ્લાન ખૂબ બે મહિના પહેલા બનાવી લીધો હતો. તેણે બે ચપ્પુ પણ ખરીદી લીધા હતા. ફેનિલે ડિસેમ્બરમાંથી ગ્રીષ્માને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પણ ત્યારે ફેનિલના પરિવારમાં કોઈકના લગ્ન હોવાથી તેણે ત્યારે પ્લાન પડતો મૂક્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ હત્યાથી પરિવારનો લગ્નપ્રસંગ બગડે નહીં એટલે તેણે ત્યારે હત્યાનો પ્લાન પડતો મૂક્ય હતો. અને ફેબ્રુઆરીમાં તેને અંજામ આપ્યો હતો.

ફેનિલને સપોર્ટ કરનાર યુવા પાટીદાર આગેવાન કોણ?
મીડિયા અહેવાલ પ્રમાણે ફેનિલે જ્યારે ગ્રીષ્માની હત્યા કરી ત્યારે તેને સપોર્ટ કરવા માટે સાથે 3 લોકો આવ્યા હતા. જેમાંથી એક નામાંકિત પાટીદાર યુવા આગેવાન હતો. આ પાટીદાર અગ્રણી સાથે બે યુવાનો બાઈક પર આવ્યા હતા. આમ પોતાની સાથે 3 લોકોની શેહના કારણે ફેનિલને ગ્રીષ્માની હત્યા કરવામાં સફળ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફેનિલ સાથે આવેલા પાટીદાર આગેવાનનું નામ ગીષ્માના પિતા નંદલાલભાઈએ પોલીસમાં પણ રજૂ કર્યું છે. એટલું જ નહીં ફેનિલે જ્યારે ગ્રીષ્માનું ગળું કાપ્યું ત્યારે હાજર લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં ફેનિલ સાથે આવેલા ત્રણ લોકો પણ કેપ્ચર થઈ ગયા હતા. વીડિયોમાં પોતે આવી જતા આ લોકો ગભરાઈ ગયા હતા. જેમણે લોકો પાસેથી મોબાઈલ ફોન લઈને વીડિયો ડિલિટ કરાવ્યો હોવાની પણ ચર્ચા છે. આ કેસમાં ગઠિત કરવામાં આવેલી સીટના તપાસ અિધકારી પીઆઇ વનારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજના આગેવાનનું નામ અમારી પાસે આવ્યું છે. અમે આ મામલે આજે તેનું નિવેદન લેવાના છીએ અને જરૂર જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ફેનિલ ગોયાણીનો FSLમાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરાયો
ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હત્યા પહેલા ફેનિલની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરી હતી અને ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે કેમ? તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો હતો.

આજે ફેનિલના રિમાન્ડ પુરા થશે, કોર્ટમાં રજૂ કરાશે
પાસોદરામાં ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલના રિમાન્ડ શનિવારે પુરા થઈ રહ્યા હોય આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરાશે. સંભવત: પોલીસ આરોપીના વધારાના રિમાન્ડ માગી શકે છે. આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. અગાઉ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો.

ગ્રીષ્માના પરિજનો સરકારી વકીલને મળ્યા
ગ્રીષ્માના કેટલાક પરિજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાયની રજૂઆત કરી, કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. ઉપરાંત લીગલ એઇડની પણ મુલાકાત કરી સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ પણ નયન સુખડવાલાએ શરૂ કરી દીધી છે.

સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે
સંભવત: આ હત્યા કેસ સુરતનો એવો પહેલો કેસ બની શકે છે જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ હત્યા અને રેપના ગુનામાં પોલીસે 7 દિવસમાં પણ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પણ આવતા અઠવાડિયામાં જ ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસની તૈયારી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page