Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodફિલ્મ ના ચાલી તો આ સ્ટાર્સે છોડ્યું બોલિવૂડ ને હવે બીજા કામ...

ફિલ્મ ના ચાલી તો આ સ્ટાર્સે છોડ્યું બોલિવૂડ ને હવે બીજા કામ કરીને કરે છે તગડી કમાણી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એવા સ્ટાર્સ છે. જે ખૂબ જ મહેનત કરતાં હોવા છતાં સફળ થયાં નથી. આ પછી કેટલાક સ્ટાર્સ નાના મોટા કામ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યા છે. તો કેટલાક અસફળ થયેલાં સ્ટાર્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને પોતાની બીજી ઇનિંગ શરૂ કરી છે. જમાંથી તે અઢળક કમાણી કરી રહ્યા છે.

રજત બેદી
‘કોઈ મિ ગયા’, ‘ઇન્ટરનેશન ખિલાડી’ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રજત બેદીએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેમનું એક્ટિંગ કરિયર સફળ રહ્યું નહીં. અત્યારે તે બિઝનેસ કરી રહ્યા છે. તેમનો આ બિઝનેસ દેશવિદેશમાં ફેલાયેલો છે.

મંદાકિની
રામ તેરી ગંગા મૈલીમાં બોલ્ડ સીન આપીને રાતો રાત ગોસિપનું ટોપિક બનનારી એક્ટ્રસ મંદાકિનીએ પણ અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. અત્યારે તે મુંબઈમાં તિબ્બતી હર્બલ સેન્ટર ચલાવે છે અને સાથે યોગ પણ શીખવાડે છે.

સંદલી સિન્હા
વર્ષ 2001માં આવેલી ફિલ્મ તુમ બિન દ્વારા સંદલી સિન્હાએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જોકે, આ પછી તે કોઈ પણ ફિલ્મથી ખાસ છાપ છોડી શક્યા નહીં. આ પછી સંદલીએ બોલિવૂડને અલવિદા કહી દીધું. અત્યારે તે એક બેકરી બ્રાન્ડ કન્ટ્રી ઓફ ઓરિજનની કો-ઓનર છે.

સાહિલ ખાન
ફિલ્મ સ્ટાઇલથી સાહિલ ખાને રાતો-રાત એક જાણિતું નામ બની ગયા હતાં. પણ તે આ સફળતાના સફરમાં આગળ વધી શક્યા નહીં. જેનું કારણ સાહિલે બોલિવૂડમાં ફેલાયેલું નેપોટિઝમ જણાવ્યું હતું. ગયા વર્ષે સાહિલ ખાન અચાનક ચર્ચામાં આવ્યા હતાં. સાહિલે સલમાન ખાન પર તેનું કરિયર બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. અત્યારે સાહિલ એક સારો ફિટનેસ ઇન્ફ્લુએન્સર છે અને ઘણાં શહેરોમાં તેમના જીમ સેન્ટર્સ છે.

મયૂરી કાંગો
એક્ટ્રસ યૂરી કાંગોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘પાપા કહે તે હૈ’, હોગી પ્યાર કી જીત સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તે બોલિવૂડમાં વધુ સફળ થયાં નહીં. અત્યારે તે ગૂગલ ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહ્યા છે.

રાહુલ ખન્ના
દિવંગત એક્ટર વિનોદ ખન્નાના દીકરા રાહુ ખન્નાએ વર્ષ 1999માં આવેલી ફિલ્મ અર્થથી ડેબ્યુ કર્યું હતું. ત્યાં સુધી કે,પહેલી ફઇલ્મ માટે રાહુલને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. જોકે, રાહુલ આ સફર આગળ ચાલું રાખી શક્યા નહોતાં અને તેમણે અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધઈ હતી અને એક મોડેલ તપીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

કુમાર ગૌરવ
એક્ટર રાજેન્દ્ર કુમારના દીકરા કુમાર ગૌરવે પણ શરૂઆતમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ અચાનક કુમાર વિશ્વાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page