Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratકાઠિયાવાડી કાકાએ લાખો રૂપિયાનો નંદી ખરીદ્યો, આ કિંમતમાં તો એક ફ્લેટ આવી...

કાઠિયાવાડી કાકાએ લાખો રૂપિયાનો નંદી ખરીદ્યો, આ કિંમતમાં તો એક ફ્લેટ આવી જાય

રમેશભાઈ રૂપારેલીયા નામના ગોંડલ પંથકના ખેડૂત પણ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જ ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા ચલાવી રહ્યા છે. ગાયોના ગોબરથી લીંપણ કરેલ વાસના મકાનો, કુટીર સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયાની ગીર ગૌ જતન સંસ્થાની ગૌશાળામાં અનેક ગીર ગાયો છે. ઊંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અહી વૈદિક શાસ્ત્રોક અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે.

હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. તેમાં પણ આપણી ગીર ગાયનું સૌથી વધુ મહત્વ છે, પરતું આ સાથે ગૌ સંવર્ધન માટે નંદીની ખાસ જરૂર હોય છે. જેથી ગૌ પાલકો માટે સારા નસલ નંદી હોય તો સારી ગાયોનું ઉત્પાદન થઈ શકે. ગોંડલના ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું કે, આ રજવાડી ગીર નંદી 42 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

રમેશભાઈ એવું માની રહ્યા છે કે, આ એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. ગીર ગૌ જતન સંસ્થાના માધ્યમથી 100 જેટલા પરિવારને રોજગારી મળી રહી છે. જેનું કારણ સારી ગાયો છે, પરંતુ આ નંદી લેવાનું કારણ આ સંસ્થામાં રહેલ 250 જેટલી ગાયો રહેલ છે. જેમના થકી આગળના સમયમાં આ નંદીથી વાછરડા અને વાછરડીઓની ઉત્તમ ગૌવંશ ઓલાદો તૈયાર થશે. જેના કારણે તેમના નસલના ભાવ પણ સારા રહેશે. 5 વર્ષમાં આ નંદીની કિંમતના 10 ગણું વળતર મળી રહેશે, તેવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયા આ 42 લાખ રૂપિયાનો રજવાડી નંદી તેમના મિત્ર પ્રભાતસિંહ ગાંગણા પાસેથી ખરીદ્યો છે. જેમના માટે રમેશભાઈએ લોન પણ લીધી છે. તેમજ આ નંદી પ્રથમ નજરમાં જ રમેશભાઈને ગમ્યો હતો. આ ઉપરાંત નંદીની પણ જરૂરિયાત હોય જેથી આ નંદી ખરીદ્યો છે. રમેશભાઈએ નંદીનું નામ રુદ્ર રાખ્યું છે.

આ ગીર રુદ્ર નંદીની ખાસિયત એવી છે કે, ઉતમ પ્રકારના દેશી નસલનો હોવાની સાથે જેમની વ્યાખ્યા વેદોમાં પણ વર્ણવવામાં આવી છે આ ઉપરાંત આ નંદીમાં માણસ કરતા પણ સારા ગુણ સંસ્કાર છે. આ આ નંદી થકી આગામી સમયમાં ગૌ વંશનું ઉત્પાદન થશે, જેમાંથી વાછરડા અને વાછરડીઓ તૈયાર થશે.

રમેશભાઈને સંસ્થા માટે 1100 ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. તેમજ વાછડાને નંદી બનાવવા માટે લોકો ખરીદશે જેમનું વળતર મળી રહે છે. આ નંદીના માધ્યમથી ગૌ વંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તે રોગપ્રતિકારક શક્તિ અને પ્રકારની દૂધવાળી તૈયાર થશે, જેથી આગામી સમયમાં વળતર મળી રહેશે.

આ નંદીની માવજત તેમજ વિકાસ વિશે વાત કરતાં રમેશભાઈએ જણાવ્યું કે, આ નંદીને 3 કલાક ગાયો સાથે રાખવામાં આવે છે. જે બાદ તેમની કેર કરવામાં અલગ રાખવામાં આવે છે. તેમજ ખોરાક માટે મગફળીનું ભુસુ, ડોડાવાળી મકાઈ,ગાજર,શેરડી સહિત સિઝન પ્રમાણે ખાસ ખોરાક આપવામાં આવે છે.

આ ઉપરાત ઈંદ્રજવ, ગોળ, અડદ,મગ મકાઈ, જુવારનું ભડકુ તૈયાર કરી વગેરે રોજ સવાર-સાંજ આપીએ છીએ. આ સિવાય જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલ મેંધ, સોડા બાય કાર્બોડેડ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.

રમેશભાઈ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે, આવા સારા નંદી સારી ઓલાદની બ્રીજ ગૌવંશનું ડેવલોપમેન્ટ કરી સેકસ સોટીંગ સિમેન્ટ અને સારા નંદીઓના વાછરડાઓને પ્રુવિંગ કરી તૈયાર કરી જીન ડોમિનેટેડ બુલ તૈયાર કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતમાં ખાસ્સા પ્રમાણમાં વધારો થાય અંતે લોકોની હેલ્થ સારા રહી શકે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page