Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratવરરાજાને ખભે બેસાડી ડાન્સ કરી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો ને થયું...

વરરાજાને ખભે બેસાડી ડાન્સ કરી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો ને થયું મોત

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામનો એક બનાવ સામે આવ્યો છે. કે જેમાં વરરાજાને ખભે બેસાડી ઝુમતા યુવકને અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યો હતો. જોકે ત્યારબાદ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવતા ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગત રાત્રીના યુવક મિત્રના લગ્નમાં વરઘોડો હોવાથી વરરાજાને ખભે બેસાડી ખુશીથી ઝૂમી રહ્યો હતો. યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. ત્યારે હોસ્પિટલ પર લઈ જતાં તેને મૃત જાહેર કરતાં લગ્નણો ઉત્સવ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

રાત્રે નીકળેલા વરઘોડામાં વરરાજાને ખભે બેસાડી ડીજેના તાલે નાચી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો હતો. એટેક આવતા મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં લગ્નના વરઘોડામાં ડીજેનાં તાલે ઝુમતા યુવકનું મોત નીપજ્યું હતું.

મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં રામભાઈ સવાભાઇ બામણીયાના પુત્ર જુવાન કુમારના લગ્ન હતાં. ત્યારે વરઘોડામાં વિનોદભાઈ રમેશભાઇ પારગી દ્વારા જુવાન કુમારને ખભે બેસાડી અને નચતો હતો. ત્યારે અચાનક પડી ગયો અને મોત થયું છે. પ્રાથમિક તરરણ એટેક આવ્યો હોવાનું લગાવવામાં આવી રહ્યું છે.

ત્યારે આવા બનાવો માં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંયક ક્રિકેટ રમતા રમતા મોત થઈ રહયું છે. તો ક્યાંય યોગ કરતાં કરતાં મોત થઈ રહ્યું છે. ત્યારે આ બનાવથી સમગ્ર રાજાયતા ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page