Friday, April 12, 2024
Google search engine
HomeGujaratગોંડલના યુવાનનો ગુજરાતમાં ડંકો, ‘9’ નંબર માટે આટલા લાખ રૂપિયા ચૂકવ્યા

ગોંડલના યુવાનનો ગુજરાતમાં ડંકો, ‘9’ નંબર માટે આટલા લાખ રૂપિયા ચૂકવ્યા

વાહનોની ફેન્સી નંબર પ્લેટ એટલે કે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોય છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હરાજીમાં ભાગ લેનાર વાહનચાલકો ઓનલાઈન ભાવ બોલતાં હોય છે. જેમાં સૌથી વધુ રકમની બોલી લગાવનારને તેની પસંદગીનો નંબર ઈસ્યુ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો પોતાના લકી નંબર માટે પણ બોલી લગાવતાં હોય છે.

ગોંડલ શહેરના ખોડલધામ સોસાયટીમાં રહેતા અને હડમતાળા ઈન્ડસ્ટ્રીઝમાં ફેક્ટરી ધરાવતા કૌશિક સોજીત્રા દ્વારા રૂપિયા 42 લાખના ખર્ચે નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી. આ ગાડીની નંબર પ્લેટમાં મનપસંદ 9 નંબર લગાવો હોય રાજકોટ સહિતની અન્ય આરટીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હમણાં નવી સિરીઝ ખુલી શકે તેમ નથી, તો કૌશિકભાઇએ ગાંધીનગર આરટીઓ સુધી ઘોડા દોડાવ્યા હતા. જ્યાં નવી સિરીઝ ખૂલવાની હોય 9 નંબર માટે રૂ. 10,21,000 આરટીઓમાં બિડિંગ કરવામાં આવ્યું હતું અને ગત શુક્રવારે તેને એપ્રૂવલ મળી જતા તેમની નવી ફોર્ચ્યુનર ગાડીમાં GJ 18 BR 0009 નંબરની HSRP પ્લેટ લાગી જશે.

આ તકે કૌશિક સોજીત્રાએ જણાવ્યું હતું કે, તેઓ નવ નંબરને પોતાનો લકી નંબર માની રહ્યા છે ગત વર્ષે તેઓ દ્વારા નવું બુલેટ ખરીદ કરવામાં આવ્યું ત્યારે પણ તેનો નંબર 9 લેવામાં આવ્યો હતો. આગામી વર્ષોમાં જો અન્ય વાહન પણ ખરીદવામાં આવશે તો 9 નંબર માટે બને તેટલા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સોજીત્રાએ કહ્યું હતું કે, ગાંધીનગર આરટીઓ ખાતે નવ નંબર માટે ત્રણ લોકો દ્વારા બિડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારના રાત્રે તેમને 9 નંબર મળી રહ્યાનો આરટીઓનો મેસેજ આવ્યો હતો. શનિ-રવિ બેંકમાં રજા હોય આવતીકાલ સોમવારના સવારે ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page