Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ જળબંબાકાર, ચારેબાજુ પાણી જ પાણી, ક્યાંક ઘરોમાં પાણી ક્યાંક કાર ડૂબી...

અમદાવાદ જળબંબાકાર, ચારેબાજુ પાણી જ પાણી, ક્યાંક ઘરોમાં પાણી ક્યાંક કાર ડૂબી ગઈ

રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. હજુ આગામી 3 કલાક તથા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે.

હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.

નહેરુનગરથી માણેકબાગનો BRTS રૂટ બંધ કરાયો
દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે અનેક અમદાવાદીઓ હજી પણ ફસાયા છે.

મ્યુનિ. કમિશરે બોલાવી બેઠક
શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.
પાણી ભરાતા શહેરમાં 5 અંડરબ્રિજ બંધ કરાયા
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે.
થલતેજમાં ગટરનું પાણી ઘરમાં ફરી વળ્યું
અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું.

મુખ્યમંત્રીએ ઈમજરન્સી બેઠક બોલાવી
રવિવારે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.

ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page