Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ-ઉત્તર ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી, કયા-કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ

અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી, કયા-કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ

અમદાવાદ: વાયુ વાવાઝોડાને ગુજરાતમાં ધોધમાર વરસ્યો હતો જોકે વરસાદ વિરામા લીધો હતો. ત્યારે શનિવાર સાંજે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, ગોધરા, પંચમહાલ, પાટણ, મહિસાગર, બોટાદ સહિત કેટલાંક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ હતી. વરસાદી ઝાપટાંથી પાકને ઘણો ફાયદો થવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા છે.

ગોંડલ તાલુકાના શાપર, ગુદાસરા, અરડોઈ સહિતના વિસ્તારોમાં 1થી 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં હજી પણ અનેક વિસ્તારોમાં વાવાણી બાકી છે. કપાસ-મગફળી સહિતના પાકોનું ખેડૂતો વાવેતર શરૂ કરશે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અમુક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઈડર, એકલારા, અરોડા સહિતના વિસ્તારોમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page