Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમોડી રાતે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

સુરત: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે માજા મુકી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મોટા ભાગના શહેરોમાં પાણી ભરાઈ ગયા હતાં.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વાપીમાં 8 ઈંચ, પારડીમાં 7 ઈંચ, કપરાડામાં 6 ઈંચ, ઉમરગામમાં 6 ઈંચ, વલસાડમાં 5 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં ખાબક્યો હતો.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાગી કરી છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી NDRFની 15 ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page