Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightભવિષ્યનો સ્ટાર ગણાતો પૃથ્વી શો પર BCCIએ 15 નવેમ્બર સુધી લગાવ્યો પ્રતિબંધ

ભવિષ્યનો સ્ટાર ગણાતો પૃથ્વી શો પર BCCIએ 15 નવેમ્બર સુધી લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો ભવિષ્યનો સ્ટાર ગણાતો પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઈલ થઈ ગયો છે. જેના કારણે તેની ઉપર 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પૃથ્વી શો પહેલાં જ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. આ કારણે તેની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે પસંદગી થઈ નથી. ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના રોજ પૃથ્વી શોનો યૂરિન સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રતિબંધિત પદાર્થ મળ્યો હતો.

ડોપ ટેસ્ટ બીસીસીઆઈના એન્ટી ડોપિંગ પ્રોગામ પ્રમાણે કરવામાં આવ્યો હતો. પૃથ્વી શોના યૂરિન સેમ્પલમાં જે પદાર્થ મળ્યો છે તેનું નામ ટબ્યૂટેલાઈન છે, જેનો ઉપયોગ કફ-સિરપમાં કરવામાં આવે છે. આ પદાર્થ વાડાની પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.

બીસીસીઆઈની વિજ્ઞપ્તિ પ્રમાણે 16 જુલાઈ 2019ના રોજ પૃથ્વી શોને એન્ટી ડોપિંગ રૂલ વોયલેશન(ADRV)અને બીસીસીઆઈ એન્ટી ડોપિંગ રૂલ્સ (ADR)ની કલમ 2.1ના ભંગનો દોષિત માન્યો હતો. પૃથ્વી શોએ આ સેવનની વાત માની છે. જોકે તેણે સાથે કહ્યું હતું કે, તેણે ઉધરસ રોકવા માટે કફ સિરપનો ઉપયોગ કર્યો હતો.

બીસીસીઆઈએ શોની સ્પષ્ટતા સ્વિકાર કરી લીધી છે અને માન્યું છે કે શોએ શારીરિક ક્ષમતા વધારવા માટે નહીં પણ ઉધરસ રોકવા માટે પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. જોકે પૃથ્વી શોની લાપરવાહીના કારણે તેની ઉપર આઠ મહીનાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

બીસીસીઆઈ ADRની કલમ 10.10.3 પ્રમાણે પૃથ્વી શોએ પોતાની ઉપર લાગેલા આરોપોનો સ્વિકાર કરી લીધો છે. જેથી તેની ઉપર કલમ 10.10.2 પ્રમાણે ડેટ પ્રતિબંધ લગાવ્યો છે. હિપ ઇંજરીમાંથી પાછા ફરી રહેલા પૃથ્વી શો ને 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો ગાળો 16 માર્ચ 2019થી 15 નવેમ્બર 2019 મિડ નાઇટ સુધી રહેશે.

પૃથ્વી શો સિવાય રાજસ્થાન તરફથી ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમનાર દિવ્યા ગજરાજ અને વિદર્ભ તરફથી રમનાર અક્ષર ડુલ્લરવાર ઉપર પણ 8 મહીનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page