Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેના ઘરે નવા મહેમાન પધારશે

ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેના ઘરે નવા મહેમાન પધારશે

મુંબઈ: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અજિંક્ય રહાણેના ઘરે નવા મહેમાન પધારવાની તૈયારીમાં છે. અજિંક્યા રહાણેએ ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર રહાણેએ પત્ની રાધિકા સાથેની તસવીર શેર કરી છે જે હાલ વાયરલ થઈ છે.

આ તસવીરમાં પત્ની રાધિકા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. ભારતીય બેટ્સમેન રહાણે જે તસવીર શેર કરી છે તે સીમંતની હોય તેવું લાગી રહ્યું છે. આ તસવીરમાં તે મરાઠી વેશભૂષામાં જોવા મળી રહી છે.

16 જુલાઈ સુધી અજિંક્ય રહાણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી મેચ રમતો હતો જોકે હવે તે ભારત પરત ફર્યો છે. ભારતના વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે રહાણે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે.

 

View this post on Instagram

 

❤️❤️

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) on


રાધિકા અને રહાણે બાળપણના મિત્રો હતા. તેમજ બંને આડોશ-પાડોશમાં જ રહેતા હતા. બંનેનું ઘર બિલકુલ નજીક જ હતું. તેમની બાળપણની મિત્રતા સમય જતાં પ્રેમમાં બદલાઈ હતી અને બંનેએ 26 નવેમ્બર, 2014ના જોન લગ્ન કરી લીધા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page