Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightઆ છે ભારતની કરોડપતિ સરપંચનો ધનનો ખજાનો બે બંગલા, 7 કરોડની ગાડીઓ...

આ છે ભારતની કરોડપતિ સરપંચનો ધનનો ખજાનો બે બંગલા, 7 કરોડની ગાડીઓ ને 36 જમીનના પ્લોટ

રીવાઃ મધ્યપ્રદેશના રીવાના બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહ પરિહારના ઘરે લોકાયુક્ત પોલીસે દરોડા પાડ્યા હતા. ટીમને અત્યાર સુધી 12 કરોડથી વધુ સંપત્તિ મળી આવી છે. બે આલિશાન બંગલાની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા છે. એક બંગલો એક એકરમાં ફેલાયેલો છે, જેમાં ગાર્ડન તથા સ્વિમિંગ પૂલ છે. 36 પ્લોટના ડોક્યુમેન્ટ મળ્યા છે, જેમાં 12 પ્લોટની કિંમત 80 લાખ રૂપિયા છે. ચાર જગ્યાએથી 30 કાર મળી છે. ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા પણ મળ્યા છે. બે ક્રશર પ્લાન્ટ સરપંચના નામે છે. સુધા સિંહની મોટાભાગની કમાણી ક્રશર પ્લાન્ટ તથા ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોનની ખાણમાં ખોદકામ કરીને થઈ છે.

પોલીસે મંગળવાર, 31 ઓગસ્ટના રોજ સવારે ચાર વાગે દરોડા પાડ્યા હતા. સુધા સિંહ 2015માં સરપંચ બની હતી. લોકાયુક્તને આવક કરતાં વધુ સંપત્તિ હોવાની માહિતી મળી હતી. ટીમને બંને બંગલામાંથી 36 પ્લોટના કાગળ મળ્યા છે. 12 પ્લોટની કિંમત 80 લાખ રૂપિયા છે અને બાકીના 24 પ્લોટની કિંમત આંકવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ 24 પ્લોટની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે.

રાજા-મહારાજા જેવી અમીરીઃ સૂત્રોના મતે, મહિલા સરપંચ સુધા સિંહનો પરિવાર રોયલ લાઇફ જીવતો હતો. ઘરની અંદર અને બહાર કારનો કાફલો ઊભો હતો. ઘરમાં વિદેશી સામાન હતો. આ સાથે જ રહેણી-કરણી જોઈને અધિકારીઓ પણ ચમકી ગયા હતા, કારણ કે ત્રણ માળના બંગલાની ઉપર બાલકની, ગાર્ડન તથા સ્વિમિંગ પૂલ છે.

40 સભ્યોની ટીમ કાર્યવાહીમાં છેઃ એસપી રાજેન્દ્ર કુમાર વર્માએ કહ્યું હતું કે બંને જગ્યાએ પર 40 સભ્યોની ટીમ કાર્યવાહી કરે છે. રીવના શારદાપુરમ કોલોની સ્થિત ઘરમાં ડીએસપી ડીએસ મરાવીના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બૈજનાથ ગામમાં ડીએસપી પ્રવીણ સિંહ પરિહારના નેતૃત્વમાં નિરીક્ષક પરમેન્દ્ર સિંહની ટીમ ડોક્યુમેન્ટ તથા સોના-ચાંદીના ઘરેણાની તપાસ કરે છે.

ગામમાં લાઇમસ્ટોનનો બિઝનેસ ઘેર-ઘેરઃ ગામના લોકોએ કહ્યું હતું કે બનકુઈયાથી લઈને બેલાની આસપાસ કોઠાર ગામ સુધી અનેક જગ્યાએ ક્રશર ચાલે છે. આ વિસ્તારમાં કાયદેસર તથા ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન પથ્થર કાઢીને ક્રશર તથા ખાનગી કંપનીઓને વેચીને મનફાવે તેવા પૈસા કમાવવામાં આવે છે. અમીર લોકો ખનિજ વિભાગ તથા પોલીસને હપ્તો આપે છે.

સરપંચના ઘરમાંથી આ વસ્તુઓ મળીઃ બંગલો 2 કરોડ રૂપિયાનો, બીજો બંગલો દોઢ કરોડનો, ક્રશર તથા 30 ગાડીઓ 7 કરોડની, 36 પ્લોટમાંથી 12ની કિંમત 80 લાખ રૂપિયા, રોકડ 3.50 લાખ રૂપિયા, સોના-ચાંદીના ઘરેણા 20 લાખ રૂપિયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page