Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodલોકપ્રિય એક્ટર રામ કપૂરે 'ભાભી' સાથે જ કર્યા લગ્ન, કંઈક હટકે છે...

લોકપ્રિય એક્ટર રામ કપૂરે ‘ભાભી’ સાથે જ કર્યા લગ્ન, કંઈક હટકે છે લવસ્ટોરી

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી અને ‘કબૂલ હૈ’ જેવી ફેમસ અને સફળ ટીવી સિરિયલમાં કામ કરનારી ગૌતમી કપૂરે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેમનો જન્મ 21 જૂન 1974માં મહારાષ્ટ્રમાં થયો હતો. આ વર્ષે ગૌતમી 47 વર્ષની થઈ ગઈ છે. એક્ટર રામ કપૂરે ગૌતમીએ 14 ફેબ્રુઆરી 2003 એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરી હમસફર બનાવી લીધો હતાં. ઉલ્લેખનીય છે કે, અત્યારે બંને બે બાળકોના માતા-પિતા છે. તેમને એક દીકરી સિયા અને એક દીકરો અક્સ છે.

હવે તેમની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેમની પહેલી મુલાકાત ‘ઘર એક મંદિર’ સિરિયલના સેટ પર થઈ હતી. તે સિરિયલમાં ગૌતમી રામ કપૂરની ભાભીનો રોલ પ્લે કરી રહી હતી. દરરોજ મુલાકત થવાને લીધે તેમની વચ્ચે નજીકતા વધી ગઈ અને વર્ષ 2003માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જે સમયે તેમના લગ્ન થયા ત્યારે ગૌતમી મોડેલિંગમાં પોતાનું નામ કરી ચૂકી હતી. અને રામ પોતાના સ્ટ્રગલિંગ સમયમાં હતાં.

ઘણાં લોકોની જેમ તેમના લગ્ન જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા કેમ કે, રામ કપૂરને પાર્ટી અને ડ્રિન્ક્સ કરવાનું પસંદ હતું. જે ગૌતમીને જરા પણ પસંદ નહોતું. પત્ની માટે રામ કપૂરે ખુદને બદલવાનો પ્રયત્ન કર્યો. જેને જોઈને રામ માટે ગૌતમીનો પ્રેમ વધી ગયો.

રામ કપૂરે એક પાર્ટીમાં સાદી રીતે ગૌતમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને ગૌતમીને હા પાડ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે, ઘણાં ઓછા લોકો જાણે છે કે, ગૌતમીએ રામ કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે. એક કોમર્શીયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે ગૌતમીના પહેલાં લગ્ન થયાં હતાં. પોતાના પહેલાં લગ્ન અસફળ થયા પછી ગૌતમીએ રામ કપૂર સાથે લગ્ન કર્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page