Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalસામાન્ય પગારદાર એન્જિનિયરના ઘરમાંથી સોના-ચાંદી અને રોકડા રૂપિયાના થપ્પા મળ્યા

સામાન્ય પગારદાર એન્જિનિયરના ઘરમાંથી સોના-ચાંદી અને રોકડા રૂપિયાના થપ્પા મળ્યા

સિટી વિજીલન્સની ટીમે મોટી કાર્યવાહી કરતાં રોડ કન્સ્ટ્રકશન એન્જિનિયરના કૌન્તેય કુમારને ત્યાં રેડ પાડી છે. બ્યૂરોએ તેમના પર આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અત્યારસુધી તેમને ત્યાં તપાસ ચાલી રહી છે. એન્જિનિયરના મૈનપુર સ્થિત નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં થયેલી સિટી વિજીલન્સની ટીમે 15.50 લાખ રૂપિયા રોકડા ઉપરાંત અડધો કિલો સોનું, એક કિલો ચાંદી પણ જપ્ત કર્યું છે. જેની કિંમત લગભગ 33.75 લાખ રૂપિયા થાય છે. આ સાથે જ જમીનમાં રોકાણ કરેલાં કેટલાય દસ્તાવેજ અને લગભગ આઠ બેન્ક પાસબુક જપ્ત કરી છે.

ગુલજારબાગમાં તહેનાત રોડ કન્સ્ટ્રકશન એન્જિનિયર કૌન્તેય કુમાર પર સિટી વિજીલન્સની નજર ઘણાં સમયથી હતી. તમામ સબૂત મળ્યા પછી સિટી વિજીલન્સે સોમવારે તેમના વિરુદ્ધ 1,76,82, 920 રૂપિયાને સંપત્તિ હોવાની ફરિયાદ નોંધી હતી.

સિટી વિજીલન્સની ટીમે તેમની ગોસાઈ ટોલા સ્થિત નિત્યાનંદ ઇન્ક્લાબ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં રેડ પાડી હતી. ટીમનું નેતૃત્વ ડીએસપી એસ કે મઉઆર કરી રહ્યા હતાં. ટીમને અહીંથી રોકડા રૂપિયા, સોના-ચાંદીના ઘરેણાં સાથે ચલ-અચવ સંપત્તિમાં રોકાણના દસ્તાવેજ, બે બેન્ક લોકરની ખબર પડી છે. બેન્ક લોકર અને બેન્ક ખાતાને ફ્રિઝ કરાવી દેવામાં આવ્યા છે.

સિટી વિજીલન્સ મુજબ એન્જિનિયર કૌન્તેય કુમાર અલગ અલગ સંસ્થામાં લગભગ 30 લાખ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. તેમણે LIC, SBI લાઇફ, IDFC, રોયલ સુંદરમ, જનરલ ઇન્સ્યોરન્શ, બજાજ આલિયાન્ઝ, HDFC, ટાટા AIA, ICICI પ્રોડેન્શિયલ, નિપો ઇન્ડિયા સહિત મોટી રકમનું રોકાણ કર્યું છે.

તપાસમાં તેમની પત્નીના નામે ચાર જમીનના દસ્તાવેજ મળ્યા છે. તેમનો એક ફ્લેટ બોરિંગ રોડ સ્થિત કૃષ્ણા એપાર્ટમેન્ટમાં પણ છે. આઠમાં માળ પર ફ્લેટ સંખ્યા 82-83ને એક કરીને લક્ઝુરિયસ ફ્લેટ બનાવી રહ્યા હતાં. સિટી વિજીલન્સે તેની કિંમત કરોડોમાં આંકી છે.

ઉલ્લેખનીય છે કે, સંપત્તિ વિવરણમાં એન્જિનિયરને ત્યાંથી જપ્ત રોકાણનો કોઈ ઉલ્લેખ નથી. સિટી વિજીલન્સે દાવો કર્યો છે કે, તપાસના ક્રમમાં તેમની પાસે હજુ વધારે સંપત્તિ હોવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page