Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratગામડાનો આ પરિવાર બની ગયો લાખોપતિ, કર્યું એવું કામ કે વિદેશથી જોવા...

ગામડાનો આ પરિવાર બની ગયો લાખોપતિ, કર્યું એવું કામ કે વિદેશથી જોવા આવે છે લોકો

જૂનાગઢ: આજના જમાનામાં ગામડાંના લોકોને શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. ગામડાનાં લોકો હવે ગામડું છોડીને મોટા-મોટા શહેરોમાં સ્થાયી થવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ‘ગામડામાં રહીએ તો પ્રગતિ ના થાય અને લગ્ન માટે માંગા ના આવે’ આવી વિચારસરણી ગામડાંનાં ઘણાં લોકો ધરાવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના એક પરિવારે શહેરના બદલે ગામડાં રહેવાનું વધારે પસંદ કર્યું છે. આ પરિવાર કરોડપતિ હોવા છતાં ગામડામાં એકદમ સાદું અને સરળ જિંદગી જીવે છે.

પરસોત્તમભાઈ સિદપરા અને પરિવાર જૂનાગઢ જિલ્લાનાં જામકા ગામમાં રહે છે. પરસોત્તમભાઈ સિદપરાનો પરિવાર ખેતી અને પશુપાલન થકી કરોડો રૂપિયાની કમાણી કરે છે. મહત્વની વાત છે કે, પરસોત્તમભાઈના બન્ને પુત્રોએ ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં પણ નોકરી કરવાના બદલે પોતાના પરિવાર સાથે રહીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવાનું વધારે પસંદ કર્યું હતું.

પરસોત્તમભાઈ પાસે 105 ગીર ગાયો છે. પરસોત્તમભાઈ પાસે 12 એકર જમીન છે જ્યારે બીજી 12 એકર જમીન ભાડા પેટે રાખી છે. આ તમામ જમીમમાં તેઓ માઈક્રો પ્લાનિંગ કરીને અદભુત ખેતી કરી રહ્યા છે. 105 ગાયો દ્વારા પરસોત્તમભાઈ લગભગ 270 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો સહિતની વાનગીઓ બનાવે છે. આ બધી વાનગીઓની માગ વિદેશમાં પણ છે.

પરસોત્તમભાઈની ભણેલી-ગણેલી પુત્રવધુઓ પણ ગામડાંમાં જ રહીને પશુપાલનના વ્યવસાયમાં મદદ કરે છે. પરસોત્તમભાઈનો મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રદ્ધાએ બીબીએમાં અભ્યાસ કર્યો છે. નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. વંદના અને શ્રદ્ધા સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલનનો વ્યવસાયમાં પોતાના પતિને ભરપુર મદદ કરે છે.

આજના જમાનામાં લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે જોકે પરસોત્તમભાઈએ બન્ને પુત્રોના લગ્ન કંઈક અલગ જ અંદાજમાં કર્યા હતાં. બન્ને પુત્રોના લગ્નના સમાજમાં વખાણ થયા હતાં.

આ લગ્નમાં તેમણે વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. વ્યસન ધરાવતાં લોકોને આ લગ્નમાં આવવાની મનાઈ ફરવામાં આવી હતી.

આ લગ્નમાં ઓર્ગેનિક વસ્તુઓથી બનેલું ભોજન મહેમાનોને ખવડાવવામાં આવ્યું હતું. લગ્નમાં આવેલા મહેમાનોને પોતાના જ ખેતરામાં વાવણી કરેલ ઓર્ગેનિક શાકભાજી, ગીર ગાયના દૂધ, છાશ, ઘી, લાડું, શાક, કઢી, ખિચડી, જાદરિયું, જુવાર, બાજરી અને મકાઈનાં રોટલા ખવડાવ્યા હતાં.

તેમની પુત્રવધૂઓ પણ આ લગ્નને ખાસ અને સાદાઈ ભર્યા બનાવવામાં તેમનો સાથ આપવા માગતી હોવાથી તેમણે પણ બ્યુટીપાર્લરમાં તૈયાર થવાના બદલે પરંપરાગત શણગારને મહત્વ આપ્યું હતું. ઓછા ખર્ચાળવાળા આ લગ્નને જોઈને અન્ય મહેમાનો પણ પ્રભાવિત થયા હતાં.

પરસોત્તમભાઈએ માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ મોટી-મોટી સંસ્થાઓ તેમને લેક્ચર લેવા માટે આમંત્રણ પાઠવે છે. તેઓ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે.

પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, આજના યુવકો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી પરંતુ જો સારી રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વારા પણ સારી કમાણી કરી શકાય છે.

પરસોત્તમભાઈ સીદપરાએ પુત્રોના લગ્નો સાદગી અને પરંપરાગત રીતે કર્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page