Friday, April 12, 2024
Google search engine
HomeGujaratહ્રદયદ્રાવક નોટ લખી પતિનો આપઘાત: લખ્યું, વૃદ્ધ-વિકલાંગ માતાથી અલગ રહેવાની પત્ની માંગણી...

હ્રદયદ્રાવક નોટ લખી પતિનો આપઘાત: લખ્યું, વૃદ્ધ-વિકલાંગ માતાથી અલગ રહેવાની પત્ની માંગણી કેટલી વ્યાજબી?

ગુજરાતમાં એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. પતિએ 8 પાનાની હ્રદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પતિએ જે 8 પાનાની સ્યુસાઈડ નોટ લખી જે એ વાંચીને ભલભલા હચમચી ગયા છે. યુવકને કઈ હદે યાતનાઓમાંથી પાસ થવું પડ્યું હતું એ દર્દનાક આપવીતી તેણે સ્યુસાઈડ નોટમાં લખી છે. તેણે પત્ની અને સસરા સામે ખૂબ ચોંકાવનારા આરોપ કર્યા છે. સ્યુસાઈડ નોટના દરેક પાને પતિએ લોહીના આંસુઓ સારી રહ્યો હોય એવું દર્દ વ્યક્ત કર્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં 42 વર્ષીય મુકેશ ગોવિંદભાઈ રાઠોડ નામનો યુવાન સવારે પાંચ વાગ્યાથી પોતાના ઘરેથી નિકળી ગયો હતો. જે પરત ન ફરતા મિત્ર મારફતે યુવાનના માતાને યુવાન ગુમ થયો હોવાની જાણ થઇ હતી. જેને લઇને પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક આવેલ ઝાડ પર યુવાનનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ કિસ્સો ઉલટી ગંગા જેવો હોવાનું ધ્યાને આવ્યું છે. મોટા ભાગે મહિલાઓ પતિ – સાસરિયાના ત્રાસથી આપઘાત કરતી હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે પણ અહીં યુવકે સ્યુસાઇડ નોટ લખી પત્ની અને સસરાના ત્રાસના આક્ષેપ સાથે જીવન ટૂંકાવી લીધું હતું.

8 પાનાની હ્રદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખી
પ્રાથમિક તપાસમાં યુવાનના મૃતદેહ નજીકથી પોલીસને 8 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમા મુકેશભાઈને તેની પત્ની મુક્તાબેન સાથે અવાર નવાર ઝઘડા થતા હોય જેને લઈને મુક્તાબેન તેની પાંચ વર્ષબી દીકરી વૃતિકાને લઈ પોતાના પિતાને ત્યાં રિસામણે ચાલી ગઈ હતી. તેમની પત્ની અને સસરા દ્વારા ખોટી રીતે પોલીસ અને અન્ય કેસોમાં ફસાવવાની ધાક-ધમકીઓ અને અન્ય રીતે માનિસક આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં યુવાને તેની પત્નીએ પોતાના પરિવારથી અલગ રહેવા માટે શામ, દામ, દંડ અને ભેદના પ્રયત્નો કર્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તમામ ત્રાસથી તંગ આવી યુવાન આપઘાત કરવા મજબુર બન્યો હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત યુવાનને સ્યુસાઇડ નોટમાં તેની માતા અને ભાઇની માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે.

મારી પત્ની મારી લાશ પાસેથી વસુતાલ કરી લે
મુકેશે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, ”મેં સાંભળ્યું છે કે મરનારી અંતિમ ઈચ્છા હંમેશા પૂરી કરવામાં આવે છે. તો મારી અંતિમ ઈચ્છા એ છે કે મારી લાશને મારી પત્નીને સોંપ દેવામાં આવે. મારા પરીવારના કોઈ પણ સભ્યો મારી લાશને હાથ પણ ન અડાળશો. કેમ કે મારી પત્નીને હું ને માત્ર હું જ જોઈતો હતો. જેથી તેના મારા પ્રત્યેના કોઈ પણ અરમાન બાકી હોય તો તે પૂરા કરી લે. અને જો કોઈ પણ મારી પાસેથી વસુલવાની તેની ઈચ્છા હોય તે મારી લાશમાંથી વસુલી તેની ભૂખ સંતોસી લે. કેમ કે એક વખત મારું આ શરીર પંચતત્વમાં માં વિલીન થઈ જશે. તો પછી હું તો શું મારી લાશ પણ તેને કંઈ નહીં આપી શકે.”

તારા અને તારી બહેનપણીઓના કલેજાને ઠંડક મળીને?
તેઓ આગળ લખે છે, ”મારી પત્નીને મારે એટલું જ કહેવાનું છે કે મને મરવા સુધી મજબૂર કરી તને ને તારી ફોનવાળી બહેનપણઓના કલેજાને ઠંડક મળી કે હજુ પણ કોઈ કસ બાકી છે? તારે ભવિષ્યમાં બીજા લગ્ન કરવા હોય તો કરી લેજે ને વૃતિકાની ચિંતા કરતી નહી. તેને તેના કાકા-કાકીને ફોઈને સોંપી દેજે. તેઓને મારી દીકરીના રોટલા ભારે નહીં પડે. જેમ તારા પિતાને મારી દીકરીના રોટલા ભારે પડતા હતા. જોકે સાવ મફતના રોટલા તો મારી દીકરીએ તારા પિતાના પણ નથી ખાધા. થોડું-થોડું કરીને હજારો રૂપિયાનું ભરણપોષણ મેં ચુકવેલ જ છે. ”

પત્નીઓના આંસુઓને કેમ સત્ય જ માની લેવામાં આવે છે?
મુકશેભાઈએ લખ્યું છે, ”આ દુનિયામાં એ વાતને પણ એક વાર માની લેવામા આવે છે કે રાજા હરીચંદ્ર ખોટો હોઈ શકે, માતા ગંગા અસત્ય હોઈ શકે, ભગવત ગીતા, કુરાન અને બાઈબલ જેવા ધર્મગ્રંથો પણ ખોટા હોઈ શકે, પણ પત્નીના આક્ષેપો ક્યારેય ખોટા હોઈ જ ના શકે. તેના દ્વારા આંસુ પાડી કહેવામાં આવેલા આક્ષેપોને સનામત સત્ય માની લેવામાં આવે છે.”

શું પુરુષોને આત્મસન્માન નહીં હોય?
નોટમાં તેમણે લખ્યું છે, ”પતિની મરણોમુખ વાતને પણ તોડી મરોડીને ખોટી સાબિત કરવામાં આવે છે. આવું કેમ? આમ તો દુનિયામાં સમાનતાની વાતો કરવામાં આવે છે પણ જો કોઈ પત્ની દ્વારા આવું કઈ કરવામાં આવે તો તેના પતિ અને તેના પરિવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. શા માટે? શું માત્ર સ્ત્રીઓને જ મન, સ્વાભિમાન અને લાગણીઓ હોય છે અને પુરુષો શું કોઈ યાત્રિક રોબોટ છે કે જેને કોઈ આત્મસન્મામ, લાગણીઓ કે ભાવના નથી હોતી? શું આને ન્યાય કહેવાય?”

હું નબળી આર્થિક સ્થિતના કારણે આપઘાત નથી કરી રહ્યો
તેમણે આગલ લખ્યું, ”જો કોઈને એવું લાગતું હોય કે મારી આર્થિક સ્થિતિ નબળાઈ હોવાથી હું આત્મહત્યા કરી રહ્યો છું તો એ વાત સદંતર ખોટી છે. કારમ કે મારી માથે કોઈ લાખો કરોડો કે અબજો રૂપિયાનું દેવું નથી કે જેથી હું આત્મહત્યા કરી લઉ. હા એ વાત સાચી છે કે છેલ્લાં કેટલાક સમયથી મારા પિતાની બીમારીના લીધે મારે બહારગામ હોસ્પિટલોમાં જવું પડ્યું હતું. જેની મારા કામકાજ પર અસર પડી હતી અને ત્યાર પછી તેમના અવસાન બાદ તેની ક્રિયા ખર્ચ પણ થયો હતો. પરંતુ. તેને મેનેજ કરવા હું સક્ષમ હતો. મારા સગા-સંબંધી અને મારા મિત્ર વર્તુળ સામે ચાલીને મને આર્થિક સહાયકરવા હંમેશા તત્પર રહ્યા છે. અને બીજા નંબરમાં રાજકોટ ફેમિલી કોર્ટ તરફથી ભવિષ્યમાં આવનાર ચુકાદાથી પણ હું જરા પણ ભયભીત નથી. કેમ કે મને ખાત્રી છે કે મે કોર્ટમાં મારો પક્ષ વ્યવસ્થિત રીતે રજૂ કર્યો છે અને કોર્ટ જે કાંઈ પણ નિર્ણય લેત તેનું હું સન્માન કરેત. અને તેમ છતાં જો ક્યાંય પણ મને એવું જણાત કે મારી સાથે અન્યાય થયો છે તો હું હાઈકોર્ટમાં પણ જઈ શકું છું. અને આ માટે મેં પૂર્ણ તપાસ પણ કરેલ છે. માટે આ બાબતોને લીધે હું આત્મહત્યા કરી રહ્યો છું તે વાત સંદતર ખોટી છે.”

વિકલાંગ માતાથી અલગ રહેવાની જીદ કેટલી વ્યાજબી?
તેમણે એવું પણ લખ્યું, ”એક યુવાન M.A.,B.Ed કરેલી પત્ની માત્ર તેના વટ, ઘમંડ અને જીદને સંતોષવા માટે એક પતિને તેની વિધવા વયોવૃદ્ધ અને વિકલાંગ માતાથી અલગ રહેવાની માગણી કરે અને તેની આ માગણીને વ્યાજબી ગણવામાં આવે તો પછી અન્યાયની વ્યાખ્યા શું હોય શકે? ”

માતા મને માફ કરી દે, આ દીકરો જીવનભર તેની સંભાળ ના રાખી શક્યો
મુકેશભાઈએ વધુમાં લખ્યું, ”મારી માતાને ખૂબ દુ:ખ સાથે એટલું જ કહેવાનું કે મારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો મને માફ કરી દે તેનો આ દીકરો જીવનભર તેની સંભાળ ના રાખી શક્યો. આ દુનિયા કે સમાજ જે પણ કંઈ કહે તેનું ખોટું લગાડશો નહીં. કારણ કે આ સમાજ એ નથી જોતો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. તે માત્ર તેને જ કહે છે જે નબળા છે. બાકી માથાભારે લોકો ગમે તેટલા ખોટા હોય તો પણ તેને સાચા ગણ છે. કારણ કે તેને ખોટા કહેવાની તેની હિંમત હોતી નથી. મારા ભાઈને પણ એટલું જ કહેવાનું કે મારાથી કોઈ ભુલ થઈ ગી હોય તો મને માફ કરી દેજે અને બધી જવાબદારી સારી રીતે પૂરી કરજે અને મારી દીકરને સાર-સંભાળ રાખજે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page