Friday, April 12, 2024
Google search engine
HomeGujaratલગ્નમાં પોલીસ આવતાં ઉડી ગયા વરરાજાના હોશ, લગ્નમંડપમાંથી પહોંચી ગયા સીધા પોલીસ...

લગ્નમાં પોલીસ આવતાં ઉડી ગયા વરરાજાના હોશ, લગ્નમંડપમાંથી પહોંચી ગયા સીધા પોલીસ સ્ટેશન

કોરોનાના કહેર વચ્ચે પોલીસ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા મથી રહી છે. હાલ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ લગ્નમાં વધુમાં વધુ 50 લોકોને જ હાજર રહેવાની મંજૂરી મળી છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં એક લગ્નમાં નિયમનો ભંગ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. લગ્નમાં પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસ વરરાજા સહિત 8 લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર વેબસાઈટના અહેવાલ મુજબ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં લગ્નમાં 50થી વધુ લોકો એકઠાં થયાની પોલીસને જાણ થઈ હતી. આથી પોલીસની ટીમ જેવી લગ્ન સ્થળે આવી લગ્નમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લગ્નમાં જાહેરનામનો ભંગ થયાનું માલુમ પડતાં પોલીસે કડક કાર્યવાહી કરી વરરાજા સહિત 8 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો અને તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

લીમધ્રા ગામે ચકુંભાઈ ખાંટની દીકરીનો લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. જેમાં ભેસાણ તાલુકાના પાટલા ગામેથી જાન આવી હતી. પોલીસે આ દરોડામાં દરોડામાં વીડિયો કેમેરો, સ્‍ટીલ કેમેરો સહિત રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ વરરાજા, દીકરીના પિતા, વરરાજાના ભાઈ, લગ્ન કરાવનાર, વીડિયોગ્રાફર સહિત 8 લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસની કાર્યવાહી બાદ લગ્નના રસોડે પણ કોઈ દેખાતું નહોતું. બીજી તરફ પોલીસની કડક કાર્યવાહીથી પંથકમાં સોપો પડી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page