Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratકોલેજીયન યુવતીએ મોતને વ્હાલું કર્યું, યુવતીના પરિવારે મોબાઈલ ચેક કરતાં આંખો થઈ...

કોલેજીયન યુવતીએ મોતને વ્હાલું કર્યું, યુવતીના પરિવારે મોબાઈલ ચેક કરતાં આંખો થઈ ગઈ પહોળી

થોડાં સમય પહેલા હિંમતનગર તાલુકાની યુવતી વિધર્મી યુવકના પરિચયમાં આવી હતી ત્યાર બાદ યુવતીએ દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવતીના મોત બાદ તેના મોબાઈલમાંથી વિધર્મી યુવકના ધમકી ભર્યાં મેસેજ મળતાં પરિવારજનોએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગામના લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.

પોલીસે મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગર તાલુકાના કનાઈ ગામના યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાડલી દીકરીની અંતિમવિધિ કરી પરિવાર ઘરે આવ્યા બાદ તેનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી એક વિધર્મી યુવકના ધમકી ભર્યાં મેસેજ જોવા મળ્યા હતા. જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. મેસેજ કરનાર યુવક પણ પરિચીત હતો અને વિધર્મી હતો.

વિધર્મી યુવકે મરવા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતાં પરિવાર રૂરલ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો હતો અને મોબાઈલ બતાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિધર્મી યુવકે યુવતીને ફસાવ્યા બાદ માનસિક પ્રતાડના કરી જીવન ટૂંકાવવા મજબૂર કર્યાંની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા.

આ ચકચારી ઘટનાને પગલે રૂરલ પોલીસના ઢીલા રવૈયાને કારણે ભારે રોષ પેદા થયો હતો. પોલીસ સાંજે ગુનો નોંધી પરિવાર સહિત તેમના ઘર સુધી પહોંચી હતી. તે અગાઉ યુવતીને મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગરના કનાઈ ગામના વિધર્મી યુવક 26 વર્ષીય મસી એહમદ અબ્બાસને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી મૂક્યો હતો.

સાબારકાંઠા એસ.પી. નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, યુવતીના અંતિમ સંસ્કાર બાદ મોબાઈલમાં મળેલ મેસેજને પગલે પરિવારજનો અમારી પાસે આવ્યા હતા અને તેમાં તથ્ય જણાતાં ગુનો નોંધી યુવકને ઝડપી પાડવાાં આવ્યો છે. મોબાઈલની ફોરેન્સિક તપાસ કરી બીજુ કંઈ વાંધાજનક ડિલીટ થઈ ગયું હશે તો તે પણ રિક્વર કરવા પણ પ્રયાસ કરાશે. હાલમાં તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page