Monday, April 22, 2024
Google search engine
HomeFeature Rightયુવતીએ ચાર રસ્તાની વચોવચ ડ્રાઇવર સાથે કરી મારપીટ, તમાચાઓ મારીને કરી નાખ્યો...

યુવતીએ ચાર રસ્તાની વચોવચ ડ્રાઇવર સાથે કરી મારપીટ, તમાચાઓ મારીને કરી નાખ્યો અધમૂઓ

લખનઉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી રોડની વચ્ચોવચ એક યવુકને લાફા ઝીંકી રહી છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના કૃષ્ણનગરનો છે. અહીં શનિવારે રાતે કારની સામાન્ય ટક્કર લાગતાં છોકરીએ રોડ વચ્ચે ડ્રાઇવરને માર માર્યો હતો.

અહીં આવેલાં અવધ ક્રોસ રોડ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ચાર રસ્તા પર તહેનાત પોલીસકર્મી પણ યુવતીના તેવર જઈ તેની પાસે જવાની હિંમત કરતો નહોતો. આ ઘટનાની જાણ કરાતાં પોલીસ સ્થળે દોડી આવી હતી.

પોલીસે જણાવ્યા મુજબ, એટાના SDM અબુલ કલામની કારમાં જઈ રહેલાં ડ્રાઇવરે યુવતીને સામાન્ય ટક્કર મારી હતી. જેનાથી નારાજ યુવતીએ આરોપી ડ્રાઈવરને ગાડીની બહાર કાઢી માર માર્યો હતો.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, શનિવારે રાતે અવધ ક્રોસ રોડ પર ચાલતી જતી એક યુવતીને કારની સામાન્ય ટક્કર વાગી હતી. જેના પર યુવતીએ કારને રોકી અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા યુવકને કાંઠલો પકડીને બહાર કાઢ્યો હતો. તે ચાર રસ્તા પર માર માર્યો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં યુવતીએ લાફા ચોડી દીધા હતાં.

યુવકને માર ખાતો જોઈ થોડેક દૂર ઊભેલો ટ્રાફિક સિપાઈ ત્યાં પહોંચ્યો. પણ તે વચ્ચે પડી સમાધાન કરાવવાને બદલે તમાશો જોતો રહ્યો હતો. એટલામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.જેને લીધે તે ક્રોસ રોડ તરફ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

યુવકને માર ખાતો જોઈ થોડેક દૂર ઊભેલો ટ્રાફિક સિપાઈ ત્યાં પહોંચ્યો. પણ તે વચ્ચે પડી સમાધાન કરાવવાને બદલે તમાશો જોતો રહ્યો હતો. એટલામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.જેને લીધે તે ક્રોસ રોડ તરફ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

પોલીસને આવતી જોઈ બે યુવક ત્યાંથી જતાં રહ્યા હતાં. પોલીસ છોકરી અને માર ખાઈ રહેલાં યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પછી બે યુવકોને જગત નારાયણ રોડ સ્થિત ઘરેથી પકડી લીધા હતાં.

પોલીસે જણાવ્યું કે, યુવકોનું નામ શહાદત અલી, ઇનાયત અલી અને દાઉદ અલી છે. ત્રણેયને શાંતિ ભંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. જે કારમાં તેઓ સવાર હતાં તે એટાના SDM અબુલ કલામની કાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page