Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalમહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ચાકુ માર્યને પછી ગળું કાપી નાખ્યું, લાશના 56 ટૂકડા...

મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ચાકુ માર્યને પછી ગળું કાપી નાખ્યું, લાશના 56 ટૂકડા કર્યા

લૉટરીની ટિકિટ વેચતી બે મહિલાઓનું પહેલાં અપહરણ કર્યું, પછી હત્યા કરી અને અંતે શબો સાથે કઈંક એવું કર્યું કે, સાંભળનારનું હ્રદય દ્રવી ઊઠે. આ બધુ પણ એ માટે કર્યું કે, તેમને પાપોમાંથી મુક્તિ મળે અને ઘરમાં પૈસા આવે. આમ તો આ આખી કહાની ક્રાઈમ થ્રિલર જેવી લાગે છે, પરંતુ કહાની ફિલ્મી નહીં, હકીકત છે. આ ઘટના છે કેરળના પથાનામથિટ્ટાની. પોલીસે તપાસ બાદ ત્રણ ગુનેગારોની ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતાં કઈંક એવું જાણવા મળ્યું કે, સૌ ચોંખી ગયાં. આ જ કારણે આ ઘટનાથી માત્ર કેરળ નહીં, પરંતુ આખો દેશ ચોંકી ગયો છે.

શું છે આખી ઘટના
કેરળમાં અલગ-અલગ જગ્યાએથી બે મહિલાઓ લાપતા થઈ. એકનું નામ હતું રોસેલિન અને બીજીનું નામ હતું પદ્મા. રોસેલિન જૂનમાં લાપતા થઈ જ્યારે પદ્મા સપ્ટેબર મહિનામાં લાપતા થઈ. બંનેનાં પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. લાપતાના આ બંને કેસ અલગ-અલગ તારીખે નોંધાયા હતા અને અલગ-અલગ જગ્યાએ નોંધાયા હતા. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી તો શકની સાંય એક સંપતિ પર પડી. કડકાઈથી પૂછપરછ કરતાં ખબર પડી કે, આ કેસ માત્ર અપહરણનો નથી, પરંતુ નરબલિ, તંત્ર-મંત્ર, હત્યા અને દરિંદગીનો પણ છે. અત્યારે માત્ર આ દંપતિ જ નહીં, પરંતુ જેના સલાહના આધારે તેમણે આ ખૂની ખેલ કર્યો તે તાંત્રિક પણ જેલના સળિયા પાછળ છે.

તાંત્રિકનો ફેસબુક પર થયો હતો સંપર્ક
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ભગવલ સિંહ અને તેની પત્ની લૈલા આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. આ દરમિયાન ફેસબુક પર તેમની વાત શ્રીદેવી નામની મહિલા સાથે થઈ. શ્રીદેવી વાસ્તવમાં એક તાંત્રિક મોહમ્મદ શફી હતો, જે શ્રીદેવીના નામની પ્રોફાઈલ બનાવી ભગવલ સિંહના સંપર્કમાં આવ્યો હતો. ભગવલ સિંહે તેની આગળ પોતાની આર્થિક સમસ્યાઓનાં રોદણાં રોયાં અને તાંત્રિકે એવી સલાહ આપી, જેના કારણે આ આખો ખૂની ખેલ ખેલાયો. શફીએ ભગવલને કહ્યું કે, જો તે ઈચ્છતો હોય કે તેના ઘરે ધન અને સંપત્તિ આવે તો તે રશીદને મળે. રશીદ જે પણ ઉપાય જણાવે તેને કરે અને પછી જુએ કે કેવા ચમત્કાર થાય છે. ખાસ વાત એ છે કે, રશીદ પણ કોઈ બીજી વ્યક્તિ નહોંતી, પોતે મોહમ્મદ શફી જ હતો.

પોર્ન ફિલ્મમાં કામ અપાવવાના બહાને મહિલાને લાવ્યો શફી
બલિ આપવા માટે મહિલાની જરૂર હતી. એવામાં મહિલાની વ્યવસ્થા કરવાની જવાબદારી મોહમ્મદ શફીએ લીધી. તેણે રોસેલિનનો સંપર્ક કર્યો. મોહમ્મદ શફી રોસેલિનને એક પોર્ન ફિલ્મમાં શૂટિંગના બહાને પથાનામથિટ્ટામાં કપલના ઘરે લઈને આવ્યો. તેને ફિલ્મમાં કામ કરવાના બદલામાં 10 લાખની ઓફર આપવામાં આવી હતી. શફીએ અહીં રોસેલિનને એક બેડ પર સૂવડાવી દીધી અને તેના હાથ બાંધી દીધા. જ્યારે રોસેલિને પૂછ્યું કે આવું કે, તો શાફીએ કહ્યું કે આ ફિલ્મનો સીન છે. ત્યારબાદ આરોપી મહિલા લૈલાએ રોસેલિનના પ્રાઈવેટ પાર્ટ પર ચપ્પાથી હુમલો કરી દીધો અને ત્યારબાદ તેનું ગળું કાપી શબના ટુકડા કરી નાખ્યા.

આ ટુકડાઓમાંથી નીકળતા લોહીને ભેગું કર્યું અને તેને દિવાલો અને ફર્શ પર છાંટવામાં આવ્યું, જેથી તેમની ઈચ્છા અનુસાર તેમનાં બધાં પાપ ધોવાઈ જાય અને તેમને તેમનું ગમતું ફળ મળે, એટલે કે, ઘરમાં પૈસા આવે. આરોપીઓની બર્બરતા અહીં ખતમ નથી થતી. તાંત્રિક શફીના કહેવા પર રોસેલિનના શબના ટુકડાઓને રાંધવામાં આવ્યા. ત્યાર આરોપીઓ તેને ખાઈ ગયા. પોલીસની પૂછપરછમાં લૈલાએ શબના ટુકડાઓને રાંધીને ખાવાની વાતની પુષ્ટિ કરી છે. ત્યારબાદ બચેલા શબને દફનાવી દેવામાં આવ્યું.

‘હજી પાપ બાકી રહી ગયાં છે’
ભગવલ સિંહ અને તેની પત્ની લૈલાને આશા હતી કે હવે બધુ ઠીક થઈ જશે. હવે તેમના ઘરમાં પૈસા જ પૈસા હશે, પરંતુ આવું ન થયું એટલે તેમણે ફરીથી શફી સાથે વાત કરી. શફીએ કહ્યું કે, હજું કેટલાંક પાપ ધોવાનાં બાકી રહી ગયાં છે, એટલે વધુ એક બલિ આપવી પડશે અને બીજી એક મહિલાની શોધ કરવામાં આવી. આની જવાબદારી પણ શફીએ જ સંભાળી. શફીએ લૉટરી વેચનાર પદ્માનો સંપર્ક કર્યો. પદ્મા શફીને પહેલાંથી જ જાણતી હતી. શાફીએ તેને સેક્સ વર્ક માટે 15000 રૂપિયા આપવાની ઓફર કરી. તે તૈયાર થઈ ગઈ અને શફી સાથે પથાનામથિટ્ટા આવી ગઈ.

અહીં ભગવક સિંહના ઘરે પહોંચીને તેણે પૈસા માંગ્યા. આ બાબતે શફી સાથે તેનો વિવાદ પણ થયો. ત્યારબાદ આરોપીઓએ તેના ગળામાં દોરડું બાંધ્યું. તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ આરોપીઓએ ફરીથી શરૂ કર્યો દરિંદગીનો ખેલ. આરોપીઓ તેને બીજા ઓરડામાં લઈ ગયા. જ્યાં શફીએ પહેલાં તો તેના પ્રાઈવેટ ભાગમાં ચપ્પુ નાખ્યું. ત્યારબાદ ગળું કાપ્યું. ત્યારબાદ તેના 56 ટુકડા કર્યા. ત્યારબાદ શબના ટુકડાને રાંધ્યા અને ખાધા. લોહીને હવે ફરીથી વધારે સારી રીતે ઓરડાઓની દિવાલો અને ફર્શ પર છાંટવામાં આવ્યું, જેથી આ વખતે જે પાપ રહી ગયાં હતાં તે પણ ધોવાઈ જાય. આ દરમિયાન આરોપીઓએ કાળા જાદુ સાથે સંકળાયેલ પુસ્તકો પણ વાંચ્યાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page