Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratરંગીન મિજાજના 70 પૂજારીનો ભાંડો ફૂટ્યો, યુવતીઓને રૂમમાં લઈ જઈ અને હવસ...

રંગીન મિજાજના 70 પૂજારીનો ભાંડો ફૂટ્યો, યુવતીઓને રૂમમાં લઈ જઈ અને હવસ સંતોષતો

ગુજરાતમાં એક શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સાઈબર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલભેગો કર્યો છે પરંતુ બીજી તરફ આરોપી પૂજારીની કામલીલા માત્ર એક સગીરા પૂરતી જ નથી.પરંતુ તેણે અનેક સગીરા અને મહિલાઓ સાથે કરતૂતો આચર્યા હોવાનું લોકો કહી રહ્યા છે.

દુ:ખ દૂર કરી આપવાનું કહીને લંપટ પૂજારી કામવાસના સંતોષતો
ગરીબ પરિવારની અને નિસંતાન મહિલાઓને દુ:ખ દૂર કરી આપવાનું કહીને લંપટ પૂજારી કામવાસના સંતોષતો હતો. જો પોલીસ આ દિશામાં તપાસ કરે તો અનેક કરતૂતોનો પર્દાફાશ થાય તેમ છે. વર્ષ 2007માં ઉત્તરપ્રદેશથી અહીં આવીને વસેલા અમરનાથે આવ્યા પછીના ત્રણ વર્ષમાં જ તે જ્યાં રહેતો હતો તે સ્થળની કાયાપલટ કરી નાંખી હતી. ભક્તોના પૈસે ઐયાશી કરતાં પૂજારીએ રૂમની અંદર ત્રણ રૂમો બનાવી છે. જ્યાં માત્ર મહિલાઓને જવાની પરવાનગી હતી. રૂમના દરવાજા અને બારીઓને કાળી ફિલ્મ લગાવી હતી.

તેની રૂમમાં તેણે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા નહોતા
ઉપરાંત સમગ્ર મંદિર અને તેના રહેઠાણમાં તેણે સીસીટીવી કેમેરા મૂકાવ્યા હતા. જેને પગલે બહારથી આવેલી વ્યક્તિઓને તે જોઈ શકે. જ્યારે તેની રૂમમાં તેણે સીસીટીવી કેમેરા લગાવ્યા નહોતા.​​​​​​​ ડનલોપના ગાદલાં, બે એલઈડી ટીવી અને એસી સાથેની સંપૂર્ણ સજાવટ સાથેની રૂમમાં રહેતા આ પૂજારી જ્યારે પણ કોઈ મહિલા મંદિરે દર્શન કરવા આવતી ત્યારે તે અંદર રૂમમાં લઈ જતો હતો અને તેની સમગ્ર હકીકત જાણી લેતો હતો. સામાન્ય રીતે તે ગરીબ પરીવારની, નિ:સંતાન કે પછી પતિ દારૂડિયો હોય તેવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. નિ:સંતાન મહિલાઓને બાધા રખાવતો હતો. પગે પડેલી મહિલાઓની પીઠ પર મોરપીંછની સાવરણી ફેરવી આર્શીવાદ આપી વશમાં કરી લેતો હતો. આ સમયે શારીરીક અડપલાં કર્યા બાદ વિરોધ ન કરેતો શિકાર બનાવતો હતો.

ખોરી દાનત : પૂજારીને પારખી જનાર મહિલાઓ મંદિર જવાનું ટાળતી હતી
પૂજારીની દાનત પારખી જનાર મોટાભાગની સ્ત્રીઓ, પોતાની પુત્રીઓ સાથે મંદિરમાં પૂજા કરવા જવાનું ટાળતી હતી. ગૌરીવ્રતમાં કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ બીજા પૂજારીને સાથે રાખીને પૂજા કરવા જતી ત્યારે જોરથી લાઉડ સ્પીકર વગાડી વિક્ષેપ ઉભો કરતો હતો

લંપટગીરી : પૂજારીના સોશિયલ મીડિયામાં 11 જેટલાં એકાઉન્ટ હતા
ટેક્નોલોજીમાં પારંગત એવા વયોવૃદ્ધ લંપટ પૂજારી પાસે મોબાઈલ, લેપટોપ અને વેબકેમેરા હતા. તેના 11 જેટલાં ફેસબુક એકાઉન્ટ છે, જેના પર તેણે કેટલીક મહિલાઓ સાથે પોતાના ફોટા પડાવીને અપલોડ કર્યા છે. નોંધનીય બાબત તો એ છે કે, તેમાંના 8થી 9 એફબી એકાઉન્ટ થોડાં સમય પહેલાં જ તેણે લોક કરી દીધાં હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page