Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઉત્તર પ્રદેશ: અડધા ડઝનથી પણ વધારે જગ્યાએ પોલીસે રેડ પાડી સેક્સ રેકેટનો...

ઉત્તર પ્રદેશ: અડધા ડઝનથી પણ વધારે જગ્યાએ પોલીસે રેડ પાડી સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ

ઉત્તર પ્રદેશમાં મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલાં અડધા ડઝનથી પણ વધારે જગ્યાઓ પર રેડ કરીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેડ દરમિયાન બે ડઝન છોકરી-છોકરીઓને આપત્તિજનક હાલતમાં ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલ છોકરીઓમાં સ્કૂલ અને કોલેજની સગીર વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

એએસપી સંતોષ કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, જનપદમાં મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ અનેક જગ્યાઓ પર સેક્ટ રેકેટ ચાલુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીને ગંભીરતા લઈને ક્રાઈમ બ્રાંચ અને મહિલા પોલીસની આઠ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

તમામ ટીમો જનપદમાં અલગ-અલગ જગ્યાઓ પર અડધા ડઝન જેટલી જગ્યાઓ પર રેડ કરી હતી અને ત્યાંથી આપત્તિજનક સ્થિતિમાં બે ડઝનથી વધારે છોકરા-છોકરીઓને ઝડપાયા હતાં. એક જગ્યાએ તો પતિ જ પોતાની પત્ની માટે ગ્રાહકો લઈને આવતો હતો.

ધરપકડ કરાયેલ આરોપીઓમાંથી ત્રણ સગીર છોકરીઓ પણ સામેલ છે. આ લોકો મકાન ભાડે રાખીને દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા. ધરપકડ કરાયેલ છોકરા-છોકરીઓની પાસે મોટી માત્રામાં આપત્તિજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ધરપકડ કરાયેલ લોકોમાં કેટલાંય લોકો વિદ્યાર્થીઓ પણ સામેલ છે. પોલીસે દ્વારા તેમની કાઉન્સિલિંગ કરીને આ ધંધામાં આવવા પાછળનું કારણ જાણીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page