Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅમેરિકાથી પાછી આવેલી કિંજલ દવેનું શાનદાર સ્વાગત, ફુલો પર ચાલી એન્ટ્રી મારી

અમેરિકાથી પાછી આવેલી કિંજલ દવેનું શાનદાર સ્વાગત, ફુલો પર ચાલી એન્ટ્રી મારી

ગુજરાતી સુપર સ્ટાર સિંગર કિંજલ દવે ફરી ચર્ચામાં છે. બે દિવસ પહેલાં અમેરિકાની ટૂર પૂરી કરીને અમદાવાદ પરત ફરેલી કિંજલ દવેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. કિંજલ દવે અમેરિકાથી પરત ફરતાં તેનું શાનદાન સ્વાગત કરવામાં આવ્યું હતું. કિંજલ દવેના મમ્મીએ ભાવુક થઈને લાડલી દીકરીને આરતી ઉતારી હતી. જ્યારે મંગતરને જોતા જ કિંજલ દવે તેને ગળે વળગી પડી હતી.

નોંધનીય છે કે છેલ્લાં એક મહિનાથી કિંજલ દવે અમેરિકાના પ્રવાસ પર હતી. અહીં તેણે જુદાજુદા શહેરોમાં અનેક કાર્યક્રમોમાં પોતાના અવાજથી લોકોને ડોલાવ્યા હતા. અમેરિકાની આ જબરદસ્ત સફળ ટૂર પૂરી કરીને કિંજલ દવે બે દિવસ પહેલાં ગુજરાત પાછી આવી હતી.

દીકરી ઘરે પાછી આવતાં દવે પરિવાર દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. કિંજલ દવે જેવી તેની સોસાયટીમાં દાખલ થઈ ત્યારે જોરદાર ફટાકડા ફોડી તેનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઘરની બહાર મમ્મીને જોતા જ કિંજલ દવે પગે લાગી હતી. તેના મમ્મીએ તેને ગળે લગાવીને વ્હાલ કર્યું હતું. કિંજલ દવે સાસુ ને પણ પગે લાગી હતી.

કિંજલ દવેએ બાદમાં નણંદને ગળે મળી હતી. બાદમાં કિંજલ દવે મંગેતર પવનને મળી હતી. ઘણા દિવસ પછી મંગેતર પવનને મળતાં કિંજલ ઉત્સાહિત થઈ ગઈ હતી અને બંને ગળે મળ્યા હતા.

કિંજલ દવેના માતાએ દીકરી અને પતિ લલિતભાઈની આરતી ઉતારી હતી. બાદમાં કિંજલ અને પિતા લલિતભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.

કિંજલ દવેના સ્વાગતમાં ઘરને ફુલોથી શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું. ઘરની અંદર ફુલોથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેના પર ચાલીને કિંજલે એન્ટ્રી કરી હતી.

ઘરમાં એન્ટ્રી કર્યા બાદ કિંજલ દવેએ સૌ પહેલાં ઘરના મંદિરેમાં ચહેર માતાજીના આશીર્વાદ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page