Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodએક્ટરની અંતિમ યાત્રામાં પિતા તુલસીના છોડ સાથે આવ્યાં, માતાના રડી રડીને હાલ...

એક્ટરની અંતિમ યાત્રામાં પિતા તુલસીના છોડ સાથે આવ્યાં, માતાના રડી રડીને હાલ બેહાલ

મુંબઈ: બોલિવુડ અને ટીવી અભિનેતા કુશલ પંજાબીએ પોતાના ઘરે લટકીને આત્માહત્યા કરી લીધી હતી. કુશલ પંજાબીના અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હતા. તેની અંતિમ યાત્રામાં સામેલ થવા મોટી સંખ્યામાં ટીવી સેલેબ્સ પહોંચ્યા હતા. જેમાં ઘણા સ્ટાર્સ પોતાના આસું રોકી શક્યા નહોતા અને ભાવુક થઈને રડી પડ્યા હતા.

કુશલ પંજાબીએ ગુરૂવાર મોડી રાત્રે પોતાના ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. કુશલની ડેડ બોડીની પાસે પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે પોતાની મોત માટે કોઈ જવાબદાર ન હોવાનું લખ્યુ છે. આ સાથે કુશલે પોતાની સંપત્તિ પેરેન્ટ્સ, બહેન અને દીકરાના નામ કરી હતી.

કુશલના ખાસ દોસ્ત ચેતન હંસરાજે કહ્યું હતું કે કુશલની પત્ની તેનાથી અલગ થઈને પુત્ર સાથે શાંઘાઈમાં રહેતી હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. અમને વિશ્વાસ નથી આવતો કે કુશલ આપણી વચ્ચે નથી. મેં તેની સાથે બે દિવસ પહેલાં જ વાત કરી હતી. કુશલે મને કહ્યું કે તે પરેશાન છે. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી વસ્તુ જિંદગીમાં બનતી હોય છે. તેણે આ બધા સામે લડવું પડશે. પણ મેં એવી કલ્પના નહોતી કરી કે કુશલ આવું પગલું ભરશે.

કુશલ પંજાબીના માતા-પિતા ગુરૂવાર બપોરથી તેનો કૉન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતાં હતા, પણ તેનો ફોન લાગતો નહોતો. પરિવારે રાત સુધી રાહ જોઈ, જ્યારે કુશલ તરફથી કોઈ રિસ્પૉન્સ ન મળ્યો તો, તેઓ રાત્રે 10.30 વાગ્યે તેની બિલ્ડિંગ પહોંચી ગયા હતા. દરવાજા તોડીને અંદર ગયા. અંદર જઈને જોયું તો કુશલની લાશ પંખા સાથે લટકતી મળી હતી.

કુશલ પંજાબીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડાન્સર અને મોડેલ તરીકે એન્ટ્રી કરી હતી. તેણે ‘સલામ-એ-ઈશ્ક’, ‘ધન ધના ધન ગોલ’, ‘કાલ’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવીમાં તે ‘લવ મેરેજ’, ‘દેખો મગર પ્યાર સે’, ‘ડોન’ વગેરે સીરિયલ્સમાં જોવા મળ્યો હતો.

કુશલે નવેમ્બર 2015માં પોતાની યુરોપીયન ગર્લફેન્ડ ઑડ્રે ડોલે સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે. કુશલની પત્ની પોતાના પુત્ર સાથે શાંઘાઈમાં રહે છે.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં આવેલા ટીવી સેલેબ્સ.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં આવેલા ટીવી સેલેબ્સ.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં આવેલા ટીવી સેલેબ્સ.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં આવેલા ટીવી સેલેબ્સ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page