Saturday, April 13, 2024
Google search engine
HomeNationalહોટેલમાં પ્રેમિકાએ શારીરિક ઉત્તેજના વધારવાનું ઈન્જેક્શન લેતા થઈ ગઈ આવી હાલત, પછી...

હોટેલમાં પ્રેમિકાએ શારીરિક ઉત્તેજના વધારવાનું ઈન્જેક્શન લેતા થઈ ગઈ આવી હાલત, પછી પ્રેમીએ…

યુવાનોમાં શારીરિક ક્ષમતા વધારતી દવાઓનુ સેવન કરવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ યુગલો બેડ પર પાવર વધારવા માટે દવાઓ લેતા થવા લાગ્યા છે. જોકે આ દવાઓની આડઅસરના અનેક શોકિંગ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક હચમચાવી દેતો કિસ્સો થોડાક દિવસ પહેલાં બન્યો હતો. જેમાં ઉત્તેજના વધારતી દવાના ઓવરડોઝથી એક યુવતીનું મોત થયું હતું.

હોટેલમાં બેભાન મળી યુવતી
મહારાષ્ટ્રના ભિવંડીમાં થોડાક દિવસ પહેલા આ ચકચારી બનાવ સામે આવ્યો હતો. ભિવંડીની અશોકા હોટેલમાં એક યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું હતું કે યુવતીનું મોત સેક્સ પાવરની દવાના ઓવરડોઝથી થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે એક દિવસ પહેલાં યુવતી તેના પ્રેમી સાથે હોટેલમાં રહેવા આવી હતી. આ દરમિયાન યુવતીએ સેક્સ પાવર વધારતી દવાનું ઈન્જેક્શન લીધું હતું અને તેના ઓવરડોઝથી તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. યુવતીની ઉંમર 28 વર્ષની હોવાનું કહેવાય રહ્યું છે.

પ્રેમી મૂકીને ભાગી ગયો
પોલીસે જણાવ્યું હતું કે યુવતી મુંબ્રાના અમૃતનગર સ્થિત રશીદ કમાઉન્ટમાં રહેતી હતી. તે કલ્યાણમાં રહેતા તેના પ્રેમી સાથે ભિવંડીમાં આવેલી અશોકા હોટેલમાં રોકાણ માટે આવી હતી. હોટેલમાં આવ્યા બાદ યુવતીએ સેક્સ પાવર વધારવાનું ઈન્જેક્શન લીધું હતું. આ ઈન્જેક્શનથી ડોઝ વધી જતાં યુવતની હાલત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે યુવતીની તબિયત બગાડવા લાગી તો તેનો પ્રેમી તેને મૂકીને ભાગી ગયો હતો. થોડીવાર પછી હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખોલ્યો તો યુવતી બેભાન હાલતમાં બેડ પર મળી આવી હતી.

થોડી સારવાર બાદ પ્રાણ પંખેરું ઉડી ગયું
બાદમાં બેભાન હાલતમાં યુવતીને આઈજીએમ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં થોડી સારવાર બાદ યુવતી ભાનમાં આવી હતી. ભાનમાં આવતાં પહેલાં યુવતીએ તેનું નામ અને સરનામુ ડૉક્ટરોને જણાવ્યું હતું. ત્યાર બાદ યુવતીની હાલત બગડતાં તેને બચાવી શકાઈ નહોતી.

પોલીસે પ્રેમીની શોધ શરૂ કરી
યુવતીની સારવાર કરી રહેલા ડૉ. સુમય્યા અંસારીએ આ અંગેની જાણકારી શાતિનગર પોલીસ સ્ટેશનને આપી હતી. ત્યાર બાદ પોલીસે યુવતીના પ્રેમીની તપાસ હાથ ધરી હતી. જોકે આ અંગે કોઈ મામલો નોંધવામાં આવ્યો નહોતો. યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page