Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમહાઠગ કિરણ પટેલની પત્નીનો ઘટસ્ફોટ, ‘મારા પતિ દેશ માટે કામ કરે છે...

મહાઠગ કિરણ પટેલની પત્નીનો ઘટસ્ફોટ, ‘મારા પતિ દેશ માટે કામ કરે છે પણ…’

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની પોલ ખુલી જતા તેની પત્ની તેના બચાવમાં આવી છે. તેણે દાવો કર્યો હતો કે તેના પતિને ફસાવવામાં આવી રહ્યા છે. જે દેશ માટે કામ કરે છે. તેની પત્ની ડૉ. માલિની પટેલ પણ તેના આ કૌભાંડમાં સંડોવાયેલી હોવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ દ્વારા કિરણ પટેલની સોશિયલ મિડીયાની પોસ્ટ તેમજ અન્ય બાબતો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયના ખાસ અધિકારી તરીકે વિશેષ ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં સ્ટેટ ગેસ્ટ તરીકે વિશેષ દરજ્જો મેળવીને બુલેટ પ્રુફ વાહનોમાં ફરનાર મહાઠગ કિરણ પટેલે કોઇને શંકા ન જાય તેવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી. જો કે તેની પત્ની ડૉ. માલિની પટેલ તેના બચાવમાં આવી છે. તેણે કહ્યું હતું કે તેના પતિને ફસાવવામાં આવી રહ્યા છે. જે દેશના વિકાસ માટે કામ કરવા માટે જતા હોય છે.

એટલું જ નહી તેણે જમ્મુ કાશ્મીર પોલીસને પણ ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સહયોગ આપ્યો નહોતો. સુત્રોના જણાવ્યા મુજબ તે સરકારી ફાઇલનું કામ કરીને લાખો રૂપિયાનું કમિશન પણ મેળવતો હતો અને અનેક લોકોને લાખો રૂપિયાનો ચુનો પણ ચોપડયો હતો. એક વર્ષ પહેલા તેણે એસ જી હાઇવે પર કરોડોની કિંમતનો બંગ્લો પણ લીધો હતો.

બીએમબ્લ્યુ જેવી કાર સાથે ભવ્ય લાઇફ સ્ટાઇલ જીવતો હતો. તે થોડા મહિનાઓ પહેલા તેની પત્નીને પણ જમ્મુ કાશ્મીર લઇ ગયો હતો.જ્યારે તેની દીકરી અમદાવાદમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

જો કે હકીકત કિરણ પટેલ ક્યો વ્યવસાય કરે છે? તે અંગે ચોક્કસ વિગતો મળી શકી નહોતી. સાથેસાથે જમ્મુ કાશ્મીર ખાતે તેની મુલાકાતનો હેતુ પણ શંકાસ્પદ જણાય આવે છે. ત્યારે ફરીથી શ્રીનગરથી સીઆઇડી ક્રાઇમની ટીમ તપાસમાં આવી શકે તેમ છે.

જમ્મુ-કાશ્મીરના સીઆઇડી ક્રાઇમ દ્વારા શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલને ઝડપી લીધો હતો. જે પ્રધાનમંત્રીની ઓફિસના સ્ટાફના સ્ટ્રેટેજી અને કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી અને બુલેટપ્રુફ વાહન સાથે ફરતો હતો. જે બાદ તેની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અમદાવાદમાં રહેતો કિરણ પટેલ બનાવટી ઓળખપત્ર અને વિઝીટીંગ કાર્ડ બનાવીને પ્રધાનમંત્રી ઓફિસનો ખાસ સ્ટાફ હોવાનું કહીને ફરતો હતો.

કિરણ પટેલ કાશ્મીરમાં સફરજનના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક લોકો સાથે મીટીંગ પણ કરતો હતો.પીએમઓના નામે જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરનાર કિરણ પટેલ વિરૂદ્વ ગુનો નોંધીને વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરના શ્રીનગર યુનિટના સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે શ્રીનગરની ફાઇવ સ્ટાર ધ ગ્રાન્ડ લલિત હોટલના સ્પેશીયલ સ્યુટમાં પ્રધાનમંત્રી ઓફિસથી આવેલો કિરણ પટેલ નામના અઘિકારી રોકાયો છે. જે પોતાની ઓળખ પીએમઓના સ્ટ્રેટેજી અને કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર તરીકે આપે છે.

જો કે બે મહિનામાં સતત બીજી મુલાકાત છે. જેથી પીએમઓ ઓફિસ ખાતે ખાનગીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કિરણ પટેલ નામનો કોઇ અધિકારી પીએમઓ નથી. જે બાદ ગત ૩જી માર્ચના રોજ તેની અટકાયત કરીને તપાસ કરવામાં આવતા તેની પાસેથી વિટીઝીંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની સાથે રહેલા અન્ય બે લોકોની પણ અટકાયત કરી હતી.

એસએસપી રાકેશ બલવાલે તેની સઘન પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ઘટસ્ટોફ થયો હતો કે કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીઝ બંગ્લોઝમાં ભાડેથી રહેતો હતો અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને બે થી ત્રણ વાર જમ્મુ કાશ્મીર આવ્યો હતો. જ્યાં તેણે સફરજન અને ડ્રાયફ્રુટના વેપારને પ્રોત્સાહન આપવાની ખાસ મીંટીંગ કરવાનું કારણ આપીને પ્રધાનમંત્રી કાર્યાલયના બનાવટી લેટરના આધારે વિશેષ સરકારી મહેમાનનો દરજ્જો મેળવીને હોટલમાં સરકારી ખર્ચે ઉતારો લેવા ઉપરાંત, લાલ ચોક, ભારત પાકિસ્તાન બોર્ડર પર ઉરી ખાતે તેમજ ગુલમર્ગ જેવા સ્થળોએ મુલાકાત પણ લીધી હતી.

આ અંગે જમ્મુ કાશ્મીરની સીઆઇડી વિંગ દ્વારા કેન્દ્ર સરકારને અને સેન્ટ્રલ આઇબીને પણ જાણ કરી હતી.જ્યારે શુક્રવારે જમ્મુ કાશ્મીરથી સીઆઇડી વિંગની ટીમ ઘોડાસર ખાતે પ્રેસ્ટીજ બંગંલો ખાતે તેમજ મણિનગરમાં વિઝીટીંગ કાર્ડ તૈયાર કરાવ્યું હતું ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અંગે પોલીસે નિશાત પોલીસ મથકે આઇપીસીની કલમ ૪૧૯, ૪૨૦,૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page