Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મહેન્દ્ર સિંહ ધોની કરી શકે છે આ મોટો બિઝનેસ?

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મહેન્દ્ર સિંહ ધોની કરી શકે છે આ મોટો બિઝનેસ?

નવી દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રિટાયરમેન્ટ પ્લાન બનાવી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે ક્રિકેટર્સ નિવૃત્તિ બાદ પોતાની એકેડમી ખોલે છે અથવા ક્રિકેટ ટીમના કોચ બને છે અથવા તો કોમેન્ટેટર તરીકે આ ફિલ્ડમાં સક્રિય રહે છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની કંઈક અલગ જ કરવા માંગે છે. ધોનીનો કાર-બાઈક પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેની પાસે અલગ-અલગ દેશ-વિદેશની ગાડીઓનો કાફલો છે. તેણે હવે જૂની ગાડી ખરીદવા-વેચવાના ધંધામાં ઝંપલાવ્યુ છે. ધોનીએ કાર્સ24માં ઈનવેસ્ટ કર્યું છે.

કાર્સ24 ટેક્નોલોજીના માધ્યમથી જૂની ગાડી ખરીદ-વેચનું કામ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે, પાર્ટનરશિપ અંતર્ગત ધોનીની કંપનીમાં ભાગીદારી હશે. તે કાર્સ24નો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે. જોકે ધોનીએ કેટલા રૂપિયા લગાવ્યા છે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ એ જરૂર જણાવ્યું કે, ઈન્વેસ્ટમેન્ટ ફંડિગ સીરીઝના ડી રાઉન્ડનો ભાગ છે.
કાર્સ24ના કો-ફાઉન્ડર અને મુખ્ય અધિકારી વિક્રમ ચોપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં અમે અમારી કેપેસિટી સતત વધારતા રહ્યા છે. ધોની નવી ચીજો કરવામાં અને મુશ્કેલીનું સમાધાન શોધવામાં સફળ નીવડ્યો છે. એટલે જ તે સૌથી લોકપ્રિય કેપ્ટન રહ્યો છે. ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની આ બધાં ગુણોને મહત્વ આપે છે એટલે જ તેમણે ધોની સાથે પાર્ટનરશીપ કરી છે.

2015માં શરૂ થયેલી કાર્સ 24 જૂની ગાડીઓની ખરીદી-વેચાણનું મોટું બજાર છે. કાર્સ24એ અત્યારે જ ફ્રેન્ચાઈઝી મોડલ અપનાવવાની ઘોષણા કરી છે. કંપની 2021 સુધીમાં 300થી વધુ ટિયર 2 શહેરોમાં વિસ્તાર કરવા માંગે છે. કંપનીમાં સિકોઈયા ઈન્ડિયા, એક્સોર સીડ્સ, ડીએસટી ગ્લોબલના પાર્ટનર કિંગ્સવે કેપિટલ અને કેસીકેનું પણ ઈન્વેસ્ટમેન્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page